ભીષણ ગરમી, વીજળીની અછત, દુકાળની શક્યતાથી ચીન ચિંતિત
ખાસ-ખબર સંવાદદાતા
ચીનમાં હાલમાં લોકો અને સરકાર બને મુશ્કેલીમાં છે. દેશના દક્ષિણ પશ્ચિમમા પડી રહેલી ભીષણ ગરમી અને વીજળીની અછતને પગલે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
હીટવેવને કારણે વીજળીની માગ અગાઉ કરતા ખૂબ જ વધી ગઇ છે. જેના કારણે વીજળીની અછત ઉભી થઇ છે. ઓછા વરસાદ અન દુકાળની આગાહીથી અહીંના લોેકો અને સરકારની ઉંઘ ઉડી ગઇ છે. હવામાન વિભાગે સતત 11મા દિવસે પણ સમગ્ર વિસ્તારમાં હીટવેવની ચેતવણી આપી છે.
- Advertisement -
હવામાન વિભાગે સમગ્ર વિસ્તારમાં રેડ એલર્ટ જારી કરી છે. વીજળીની અછત અને આકાશમાંથી પડી રહેલી ભીષણ ગરમીને કારણે પાક ખરાબ થઇ રહ્યાં છે. આ જ કારણે દેશમાં દુકાળની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
કૃષિ મંત્રાલયની તરફથી જણાવવામાં આવ્યું છે કે ભીષણ ગરમીને કારણે ચોખા અને મકાઇ જેવા અનેક પાક નાશ પામ્યા છે. આ સ્થિતિમાં આવનારા દિવસોમા ખાદ્યાન્નની પણ અછત સર્જાવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ફુજિયાનના 62 હવામાન કેન્દ્રો પર રવિવારે રેકોર્ડ તાપમાન નોંધવામાં આવ્યું છે. જેના કારણે સરકારની ઉંઘ ઉડી ગઇ છે.
હવામાન વિભાગે આશા વ્યક્ત કરી છે કે બુધવારથી ગરમીથી રાહત મળવાની સંભાવના છે. ગયા સપ્તાહમાં દેશના ચોગિંગ અને શિનજિયાંગ પ્રાંતમાં 45 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું. દેશના દક્ષિણ પશ્ચિમી ક્ષેત્રમાં લગભગ 500 શોપિંગ મોલ પણ વીજળીની અછત અને ભીષણ ગરમીનો સામનો કરી રહ્યાં છે.