કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટને કંટ્રોલમાં લેનારી વેક્સિનને બ્રિટને મંજૂરી આપી. એડલ્ટ બુસ્ટર ડોઝ માટે એક વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે.
બ્રિટનમાં દવા રેગુલેટરે સોમવારે કહ્યું કે, તેમણે એક અપડેટેડ મૉડર્ના વેક્સિન બનાવી છે, જે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટ પર કામ કરે છે. સાથે જ કોરોનાના મૂળ રૂપ પર પણ કામ કરે છે. મેડિસન અને હેલ્થકેર રેગુલેટરી એજન્સીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, તેમણે એડલ્ટ બુસ્ટર ડોઝ માટે એક વેક્સીનને મંજૂરી આપી દીધી છે.
- Advertisement -
MHRAએ કહ્યું કે, આને બ્રિટનની સુરક્ષા અને ગુણવત્તા, અસરકારતાના માપદંડોને અનુકૂળ માનવામાં આવી અને આ કોરોનાના બન્ને વેરિયન્ટ પર મજબૂત ઇમ્યૂન રેસ્પૉન્સ બતાવે છે.
ઉલ્લેખનીય છે કે, ઝડપથી ફેલાનારા કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના કારણે કેટલાક દેશોમાં કોરોનાના કેસ ફરીવાર વધી રહ્યા છે. ઓમિક્રોનના આ વેરિયન્ટના કારણે ચીનમાં અનેક વખત લાખો લોકોએ લાંબા લોકડાઉનમાં રહેવું પડ્યું. ઓમિક્રોન વેરિયન્ટ કોરોનાનો એક સામાન્ય વેરિયન્ટ છે જેના લક્ષણ સામાન્ય રીતે ઓછા દેખાઇ આવે છે પરંતુ આ ખુબ ઝડપથી ફેલાવે છે. સાથે જ બૉડીના ઇમ્યૂન સિસ્ટમને પણ અસર કરવાની ક્ષમતા રાખે છે.