ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ પ્રથમ વખત ટ્રાન્સજેન્ડર પાઇલટ્સને એરક્રાફ્ટ ઉડાડવાની મંજૂરી આપી છે.
ગાઈડલાઈનમાં જણાવ્યા અનુસાર, ટ્રાંસજેન્ડર ઉમેદવારોને ન ફક્ત મનોવૈજ્ઞાનિક અને માનસિક મૂલ્યાંકનમાંથી પસાર થવું પડશે, પણ કોઈ પણ સર્જરી વિશે પોતાના એન્ડોક્રિનોલોજિસ્ટ સાથે સાથે સર્જન પાસેથી સર્ટિફિકેટ લઈને પણ આપવું પડશે, જો છેલ્લા એક વર્ષમાં કરેલા ટેસ્ટ પર આધારિત હોવા જોઈએ. આ ઉમેદવારો આ તમામ ટેસ્ટને ક્લિયર કરશે, જેને ફિટ ઘોષિત થશે અને કોકપિટમાં બેસવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત જીવનભર હોર્મોન થેરેપી પર રહેનારાને જ ફક્ત ત્યારે ભરતી કરવામાં આવશે, જ્યારે તે સાબિત કરી શકશે તે એક સ્થિક ડોઝ સુધી પહોંચી ચુક્યા છે.
- Advertisement -
લાઇસન્સ માટે સરખી ગાઈડલાઈન
DGCA અનુસાર, મેડીકલ ગાઈડલાઈન પાઇલટ લાયસન્સની તમામ શ્રેણીઓ માટે લાગુ પડે છે. પ્રાઈવેટ પાઈલટનું લાઇસન્સ, સ્ટુડન્ટ્સ પાઈલટનું લાઇસન્સ અને કોમર્શિયલ પાઈલટનું લાઇસન્સ. જોકે, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને ફર્સ્ટ ઓફિસર તરીકે જ ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી છે. જો ટ્રાન્સજેન્ડર પાઈલટ પાઈલટ-ઈન-કમાન્ડ હોય, તો તેમના સહ-પાઈલટ પાસે તે મશીન પર 250 કલાકનો અનુભવ હોવો જોઈએ.
ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર પાઇલટ, 23 વર્ષીય એડમ હેરીને અગાઉ DGCA દ્વારા ઉડાન ભરવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. એડમના પ્રયાસોને કારણે DGCAએ તેની નીતિમાં ફેરફાર કર્યો છે.