– તેજસ્વી યાદવે માગ્યુ ગૃહ ખાતું
બિહારના રાજકારણમાં મોટા ઉલટફેર થયા છે. અહીં નીતિશ કુમારે NDAમાંથી નિકળી જવાનો નિર્ણય કર્યો છે અને તેજસ્વી યાદવ સાથે મહાગઠબંધનવાળી સરકાર બનાવશે.
- Advertisement -
JDU અને BJP સાથે મળીને 2020ની વિધાનસભા ચૂંટણી લડી હતી. ઓછી સીટો મળવા છતાં પણ નીતિશ કુમારને ભાજપે સીએમે બનાવ્યા હતા. ત્યાર જ બંને વચ્ચે થોડો ખટરાગ ચાલી રહ્યો હતો. કેટલાય મુદ્દા પર બંને પાર્ટીના નેતા અલગ અલગ મત ધરાવતા હતા. જો કે, હવે બિહારમાં ભાજપ અને જેડીયૂનું ગઠબંધન તૂટી ગયું છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાંજે ચાર કલાકે રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળીને પોતાનું રાજીનામુ સોંપશે. JDUની બેઠકમાં ગઠબંધન તોડવાની જાહેરાત થઈ છે. નીતિશની સાથે તેજસ્વી યાદવ પણ રાજ્યપાલ ફાગૂ ચૌહાણને મળશે.
Delhi | We strengthen our own party, we don't weaken any other party. Going to Patna. Party leadership will give an official statement…We've worked honestly for business & employment of people of Bihar…Party will make a comment, I won't: Bihar Min-BJP leader Shahnawaz Hussain https://t.co/b8XaHVO0ia pic.twitter.com/6B9FCgXnVY
- Advertisement -
— ANI (@ANI) August 9, 2022
બિહારની રાજકીય સ્થિતિ પર જ્યારે ભાજપના મંત્રી શાહનવાઝ હુસૈનને સવાલ કરવામાં આવ્યો તો, તેમણે કહ્યું કે, બિહારમાં હાલમાં શું થઈ રહ્યું છે, તેની મને ખબર નથી. હું અહીં બિહારના મંત્રી તરીકે દિલ્હીના કાર્યક્રમમાં આવ્યો છું. હું અહીં કોઈ રાજકીય વાત કરીશ નહીં. મને મંત્રીઓના તારકિશોરના ઘરે પહોંચવાની કોઈ જાણકારી નથી. હું ત્રણ વાગ્યાની ફ્લાઈટથી પટના જઈ રહ્યો છું. હું કોઈ ભવિષ્યવેતા નથી, કે આગળ શું થવાનું છે, તે જાણતો હોઉ.
સૂત્રોના જણાવ્યા અનુસાર મહાગઠબંધનની બેઠક બાદ તેજસ્વી યાદવ મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે રાજભવનમાં જશે. સીએમ નીતિશ કુમારને રાજ્યપાલે મળવા માટે 4 વાગ્યાનો સમય આપ્યો છે. ભાજપે રાજધાની પટનામાં સાંજે 5 વાગ્યે કોર ગ્રુપની બેઠક બોલાવી છે.
ભાજપ હાઈકમાન્ડ હાલમાં બિહારની રાજકીય સ્થિતિ પર નજર રાખીને બેઠુ છે, ભાજપ કોઈ પણ સ્થિતિ માટે તૈયાર છે. ભાજપ અને જેડીયૂના ફાઈનલ નિર્ણયની રાહ જોવાઈ રહી છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, બિહાર વિધાનસભામાં સ્પીકર વિજય સિન્હા સાથે સત્ર દરમિયાન ભારે બોલાચાલી થઈ હતી, તે જ દિવસે નીતિશ કુમારે પોતાના પદેથી રાજીનામું આપવાનું મન બનાવી લીધું હતું. અહીં તિરાડ પડી હોવાનું કહેવાય છે. નીતિશ કુમાર આરસીપી સિંહના વ્યવહાર અને જેડીયૂ વિરુદ્ધ લીધેલા સ્ટેન્ડથી નારાજ હતા. આરસીપી સિંહે કલમ 370ના ફેવરમાં સ્ટેન્ડ લીધું હતું. જ્યારે જેડીયૂનું સ્ટેન્ડ ત્યાં સુધી ક્લિયર નહોતું.
Bihar political crisis: BJP wants Nitish Kumar to continue as CM, says Union Minister Kaushal Kishor
Read @ANI Story |https://t.co/4oRSUztl2s#BJP #NDA #Bihar #BiharPoliticalCrisis #KaushalKishor pic.twitter.com/DWtCIounhf
— ANI Digital (@ani_digital) August 9, 2022
RJDએ કહ્યું- નિર્ણય તેજસ્વી લેશે
આ બાજૂ મહાગઠબંધનની બેઠકમાં આરજેડી ધારાસભ્ય, એમએલસી અને રાજ્યસભા સાંસદોએ તેજસ્વી યાદવ નિર્ણય લેવા માટે અધિકૃત હોવાનું કહ્યું છે. આ દરમિયાન તમામ નેતાઓએ કહ્યું કે, તેઓ તેજસ્વી સાથે છે. આ બાજૂ કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીના ધારાસભ્યો પણ તેજસ્વીને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
તેજસ્વી યાદવે માગ્યુ ગૃહ ખાતું
કહેવાય છે કે, નીતિશ કુમારની જેડીયૂ અને રાજદમાં સરકાર ગઠનની ફોર્મ્યુલા પર ચર્ચા થઈ રહી છે. રાજદ નેતા તેજસ્વી યાદવે ગૃહમંત્રાલય માગ્યું છે. તો વળી તેજ પ્રતાપને પણ સરકારમાં જગ્યા મળી શકે છે.