સંસદમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનો આજે વિદાય સમારંભ યોજાયો હતો, આ પ્રસંગે પીએમ મોદીએ વેંકૈયા નાયડૂને માટે ખાસ વાત કહી હતી.
રાજ્યસભામાં સોમવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનો વિદાય સમારંભ યોજાઈ રહ્યો છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, દેશને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનો અનુભવ મળતો રહેશે. આપે તમામ ભૂમિકાઓ સારી રીતે નિભાવી. મેં આપને કેટલીય ભૂમિકામાં જોયા છે.
- Advertisement -
Personally, it has been my fortune that I have seen you closely in different roles. I also had the fortune to work with you in some of those roles. Be it your ideological commitment as a party worker, your work as an MLA, your activity in the House as an MP..: PM Modi in RS (1/2) pic.twitter.com/kHLps0yvMl
— ANI (@ANI) August 8, 2022
- Advertisement -
વેંકૈયા નાયડૂએ હંમેશા યુવાનોને માર્ગદર્શન આપ્યું
પીએમ મોદીએ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના વિદાય સમારંભમાં તેમના પુસ્તકનો ઉલ્લેખ પણ કર્યો, તેમણે કહ્યું કે, આપના પુસ્તકથી યુવાનોને પ્રેરણા મળે છે. તેમણે કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ હંમેશા દેશના યુવાનોને માર્ગદર્શન આપ્યું છે. મેં આપને દરેક ભૂમિકામાં ખૂબ જ નજીકથી જોયા છે.
નાયડૂજીની વન લાઈનર, વિન લાઈનર હોય છે
પીએમ મોદીએ રાજ્યસભામાં કહ્યું કે, દેશ પોતાના આગામી 25 વર્ષની નવી યાત્રા શરૂ કરવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, અમે લોકો લોકતંત્ર વિશે આપની પાસેથી ઘણુ શિખી શકીએ છીએ. આપ દરેક જવાબદારીની પુરી નિષ્ઠાથી નિભાવી શકો છો. નાયડૂજીની વન લાઈનર, વિન લાઈનર હોય છે.
Your one-liners are wit-liners. They are win-liners too. It means nothing more needs to be said after those lines. Your every word is heard, preferred and revered and never countered: PM Narendra Modi, in Rajya Sabha, to outgoing Rajya Sabha Chairman and Vice President pic.twitter.com/kWK7dgwXjY
— ANI (@ANI) August 8, 2022
તમારી સાથે કામ કરવું અમારુ સૌભાગ્ય
પીએમ મોદીએ આગળ કહ્યું કે, નાયડૂજીની દરેક વાત સ્પષ્ટ હોય છે. વેંકૈયા નાયડૂની સાથે કામ કરવું અમારુ સૌભાગ્ય છે. હું આપના માપદંડોમાં પરિપક્વતા જોઉ છું. આપના સંવાદ, સંપર્ક અને સમન્વય દ્વારા ફક્ત સદનને સંચાલિત જ ન કર્યું, પણ તેને પ્રોડક્ટિવ પણ બનાવ્યું. જ્યારે પણ સદનમાં ટકરાવની સ્થિતિ હોય છે, ત્યારે આપ નિર્ણાયક ભૂમિકા ભજવો છો.