પોલીસનું નાક વાઢીને હાથમાં ધરી દેતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
ખાસ-ખબર સંવાદદાતા
એક તરફ રાજ્ય સરકાર ગુજરાતમાં કડક દારૂબંધી હોવાના દાવા કરી રહી છે અને તાજેતરમાં બોટાદમાં થયેલ લઠ્ઠાકાંડમાં કેમિકલ પીવાથી મોત થયા હોવાનું જણાવીને રાજ્યમાં દારૂ ન વેચાતો હોવાનું સાબિત કરવા સરકારે ધમપછડા કર્યા હતા. આ ઉપરાંત રાજ્યભરમાં પોલીસને પણ દેશી દારુની ભઠ્ઠી તેમજ વેચાણ બંધ કરાવવા આદેશ કરવામાં આવ્યા હતા જે બાદ પોલીસે એક સપ્તાહ સુધી દારૂના હાટડાઓ પર દરોડા કરી પોતાની ફરજ પૂરી કરી હોવાના દાવા કર્યા પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો થયો હોય તેવું દેખાતું નથી કારણ કે મોરબી શહેરમાં હજુ પણ ચોરી છુપે અથવા રહેમરાહે દારુનું વેચાણ ચાલુ જ છે જેનો વધુ એક પુરાવો મોરબી પાલિકા કચેરીના મેદાનમાં જ જોવા મળ્યો છે.
મોરબી નગરપાલિકા કચેરીના મેદાનમાં એક શખ્સ જાહેરમાં દેશી દારૂ ઢીંચતો હોય તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. આ વિડીયોમાં પાલિકા કચેરીના મેદાનમાં એક શખ્સ જાહેરમાં દેશી દારૂનો પેક લગાવી રહ્યો છે અને ત્યારબાદ દારૂ પી ને પોટલી ત્યાં જ ફેંકી દેતો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.
- Advertisement -
’ખાસ-ખબર’ ટીમ સ્થળ તપાસણી કરવા પહોંચી તો શખ્સ ફરાર થઈ ગયો હતો પણ જાહેરમાં ફેંકેલી દારૂની પોટલી ત્યાં જ પડેલી જોવા મળી હતી ત્યારે મોરબીમાં પોલીસ દ્વારા દારૂબંધીની કડક અમલવારી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ હકીકત તો એ જ છે કે જીલ્લામાં હજુ પણ દેશી દારૂના હાટડાઓ ધમધમે છે.
મોરબી નગરપાલિકાનાં મેદાનમાં ખુલ્લેઆમ દેશી દારૂ ઢીંચતા શખ્સનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…