ચીને અમેરિકી સંસદની અધ્યક્ષ નેન્સી પેલોસીની તાઈવાન યાત્રાનો જોરદાર જવાબ આપવા માટે તાઈવાનની 6 બાજુએથી નાકાબંધી કરી દીધી છે. ચીનના અનેક ઘાતક યુદ્ધ જહાજ, ફાઈટર જેટ, બોમ્બર, મિસાઈલો તાઈવાનને ડરાવવા માટે તૈયાર કરી દીધી છે. ચીની સેના આજથી તા.7 ઓગષ્ટ સુધી તાઈવાનની ચારેબાજુ જોરદાર યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહી છે.
ચીને આ વિસ્તારમાંથી પસાર થતા બધા યાત્રી વિમાનોને રોકી દીધા છે, આટલું જ નહીં ચીનની નૌસેના તાઈવાનની મુખ્ય ભૂમિથી માત્ર 9 સમુદ્રી નોટીકલ માઈલની દુરી પર અભ્યાસ કરવા જઈ રહી છે, જેને એક વધુ યુક્રેન સંકટ જેવા ખતરા તરીકે જોવામાં આવી રહ્યું છે. ચીનના આ પગલાથી દુનિયા ડરી ગઈ છે અને આ બાબતને વધુ એક યુક્રેન સંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. ચીને બુધવારે તાઈવાનના હવાઈ ક્ષેત્રમાં પોતાના 27 ફાઈટર જેટ મોકલીને પોતાની તાકાતનો અહેસાસ દુનિયાને કરાયો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ ચીન તરફથી તાઈવાનને નાકાબંધી છે જેથી તેનો પુરી દુનિયા સાથે સંપર્ક તૂટી જાય.
- Advertisement -
તાઈવાન એક ટાપુ છે અને તે માત્ર સમુદ્ર અને હવાના માધ્યમથી દુનિયાના સંપર્કમાં છે. ચીને દુનિયાભરના જહાજો અને યાત્રી વિમાનોને ચેતવણી આપી છે કે તેઓ આ વિસ્તારથી દદુર રહે. ચીન તાઈવાનથી માત્ર 22 કી.મી. દુર અભ્યાસ કરવા જઈ રહ્યું છે. અમેરિકી નૌસેનાના વિશેષજ્ઞ કાર્લ સ્ચૂસ્ટરે જણાવ્યું હતું કે ચીન પોતાના ઘાતક હથિયાર તાઈવાનના કિનારા પાસે લઈ જઈ રહ્યા છે. ચીનના આ પગલાથી દુનિયામાં ડરનો માહોલ છે.