દેશમાં મંકીપૉક્સનો પગપેસારો થતા કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજ્યોને જરૂરી દિશા-નિર્દેશ આપવામાં આવ્યા, મંકી પૉક્સથી બચવા માટે બહાર પાડી ગાઇડલાઇન
કોરોના બાદ હવે વિશ્વમાં મંકીપોક્સનો ખતરો વધી રહ્યો છે. તેવામાં ભારતમાં મંકીપોક્સના કેસની સંખ્યા વધીને 8 થઇ ગઇજ્યારે એકનુ મોત નીપજ્યુ છે. આ બીમારીને લઇને કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે. કેન્દ્ર દ્વારા આ રોગને ફેલાતો અટકાવવા માટે રાજ્યને જરૂરી દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. સંક્રમણને લઇને ટાસ્કફોર્સની પણ રચના કરવામાં આવી છે. નીતિ આયોગના સભ્ય ડૉ.વી.કે.પોલની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ સહિત અન્ય ઘણા લોકો સમિતિમાં સામેલ છે. દિલ્હી સરકારે મંકીપોક્સને લઈને ત્રણ હોસ્પિટલોને આઈસોલેશન વોર્ડ બનાવવા કહ્યું છે. હવે મંકીપોક્સની વધતી અસરને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. માર્ગદર્શિકામાં મંકીપોક્સથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે જણાવ્યું છે.
- Advertisement -
મંકીપોક્સથી બચવા શું કરવુ ?
-સંક્રમિત દર્દીઓથી દૂર રહેવું.
-જો તમે ચેપગ્રસ્ત વ્યક્તિની આસપાસ હોવ તો માસ્ક પહેરો અને ગ્લોવ્ઝનો ઉપયોગ કરવો.
-સાબુ અથવા સેનિટાઈઝર વડે હાથ ધોવાનું રાખો.
-મંકીપોક્સથી સંક્રમિત દર્દી સાથે શારિરીક સંબંધ ન રાખો.
-આવી ભૂલો ક્યારેય ન કરવી.
-મંકીપોક્સના દર્દીના સંપર્કમાં આવેલા કોઈપણ વ્યક્તિ સાથે તમારો ટુવાલ શેર કરશો નહીં.
-ચેપગ્રસ્ત વ્યક્તિના કપડાને અલગ રાખવા, તમારા કપડા સાથે ધોવા નહીં.
-જો તમને કોઇ લક્ષણો હોય તો કોઈપણ જાહેર કાર્યક્રમ અથવા મીટિંગમાં જવાનું ટાળો.
-લોકોને ખોટી માહિતીના આધારે ડરાવશો નહીં.
-તમારા કપ અને ખોરાકને મંકીપોક્સના દર્દી સાથે શેર કરશો નહીં.
- Advertisement -
મંકીપોક્સ શું છે?
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, શરૂઆતમાં ઘણા વાનરોમાં આ વાયરસ હોવાની પુષ્ટિ થઈ હતી. વર્ષ 1958માં તેનું નામ મંકીપોક્સ હતું. મંકીપોક્સનો પહેલો કેસ 1970માં કોંગોમાં નવ મહિનાની બાળકીમાં જોવા મળ્યો હતો. મંકીપોક્સના મોટાભાગના કેસો મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે. અહીંના પ્રાણીઓથી જ ત્યાનાં લોકો સંક્રમિત થાય છે. અહીં જે પણ લોકો પ્રવાસે આવે છે તેઓને મંકીપોક્સ થવાની શક્યતા વધી જાય છે.
વિશ્વના 75 દેશોમાં કુલ 22 હજાર કેસ નોંધાયા છે.
શું છે મંકીપોક્સ રોગના લક્ષણો ?
યુએસ સેંટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ, રોગ ઘણીવાર ફ્લુ જેવા લક્ષણો જેવાકે તાવ, માંસપેશિઓમાં દુ:ખાવો સોજા અને લસિકા ગાંઠોથી શરૂ થાય છે. આની પહેલા ચેહરા તેમજ શરીર પર ચિકન પોક્સ જેવી ફોલ્લીઓ નીકળે છે.