જૂનાગઢ જિલ્લામાં ઝાડા, તાવ સહિતનાં પાણીજન્ય રોગોનાં કેસ વધ્યાં
તાવનાં 123 અને ઝાડાનાં 67 કેસ
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં 299 પેરામેડિકલ ટીમ ખડેપગે: ભારે વરસાદ બાદ આરોગ્ય તંત્ર દ્વાર 57 મેડિકલ કેમ્પ યોજાયા: 4061 લોહીનાં નમૂના લીધા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. તેમજ સતત 15 દિવસ સુધી વરસાદ થતા રોગચાળો ફેલાવાની ભીતી સેવાઇ રહી છે.જૂનાગઢ જિલ્લામાં રોગચાળવો વકર્યો છે. ઝાડા,તાવ સહિતનાં પાણીજન્ય રોગ વધી રહ્યાં છે. બીજી તરફ રોગચાળો અટકાવવા તંત્રએ કવાયત હાથ ધરી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રોગચાળો ફેલાતો અટકાવવા માટે ખાસ પગલા લેવામાં આવી રહ્યાં છે. જિલ્લામાં 299 પેરામેડિકલ ટીમ દ્વારા ઘરેઘરે સર્વ કરવામાં આવ્યો છે. તેમજ આરોગ્ય કેમ્પ કરી લોકોને સારવાર આપવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લામાં અષાઢી બીજથી વરસાદ શરૂ થયો હતો. બાદ તા. 16 જુલાઇનાં વરસાદે વિરામ લીધો છે. જોકે જિલ્લામાં હજુ વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. સતત વરસાદનાં પગલે રોગચાળો પણ વકર્યો છે. જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લામાં પાણીજન્ય રોગ થઇ રહ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં 16 જુલાઇથી વરસાદે વિરામ લીધો છે. જેના પગલે આરોગ્ય વિભાગ કામે લાગી ગયું છે. જિલ્લામાં મેડિકલ કેમ્પ,સફાઇ, દવા છંટકા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.આરોગ્યની ટીમ દ્વારા ઘરે ઘરે આરોગ્ય તપાસણી કરવામાં આવી રહી છે.વરસાદે વિરામ લેતા જિલ્લાભરમાં મેડિકલ કેમ્પ, સર્વેન્સ, ક્લોરીનેશન ટેસ્ટ ઝુંબેશ શરૂ કરાઈ છે. છેલ્લા એક અઠવાડિયામાં અંદાજે 12,73,624 વસ્તી તેમજ 499 ગામમાં, 138 મેડિકલ ટીમ દ્વારા મેડિકલ કેમ્પ, ક્લોરીનેશન, પાણીજન્ય મચ્છરથી થતા રોગો માટેના અટકાયતી પગલાઓની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવાનું કામગીરી જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેતાના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં તા.16 જુલાઇના 57 ગામમાં 57 મેડિકલ કેમ્પ કરાયા છે, જેમાં ઝાડાના 67 કેસ, પાણીજન્ય રોગના 10 કેસ, તાવના 123 કેસ, એરબોનના 87 કેસ, તેમજ સામાન્ય રોગના 1583 કેસ મળી આવ્યા છે. દર્દીઓની સ્થળ ઉપર જ આરોગ્ય તપાસ કરીને સારવાર આપવામાં આવી હતી.તેમજ 299 પેરામેટિકલ ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેન્સની કામગીરી હાથ ધરી 13,876 વસ્તીનું સર્વલન્સ કરાયુ છે, જેમાં સામાન્ય રોગની લોહીની તપાસ માટેના 4061 નમૂના લીધેલા છે. બ્લીચીંગ પાવડરની 138 બેગ તેમજ નવ લાખ ક્લોરીનની ગોળીઓ ફાળવી અપાય છે.જૂનાગઢ જિલ્લામાં રોગચાળો અટકાવવા આરોગ્ય તપાસણી કરવામાં આવી રહી છે.
જિલ્લામાં પશુઓને પણ સારવાર અપાઇ
ભારે વરસાદ બાદ જૂનાગઢ જિલ્લામાં ગાય, ભેંસ, ઘેટા બકરા સહિત 13,764 પશુઓને જુદી-જુદી સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત પશુઓને રોગથી બચાવવા માટે અને અગમચેતીનાં ભાગરૂપે 5,888 જેટલા પશુઓનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે. તેમજ 17 ગાય સહિત 36 પશુઓને શસ્ત્રક્રિયા કરી રોગમુક્ત કરવામાં આવ્યાં હતાં. તેમજ માણાવદરનાં નાનડિયા ગામમાં પશુ કેમ્પમાં વાછરડાને આંખનાં ઓપરેશન બાદ નવી દૃષ્ટિ મળી હતી.