ભુતનાથ ફાટકથી ગેંડા અગડ રોડ સુધી કારનો પોલીસે પીછો કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ફિલ્મી દ્રષ્યો સર્જાયા હતાં. દારૂની બાતમીનાં આધારે સી ડીવીઝન પોલીસ ભુતનાથ ફાટક પાસે વોંચ ગોઠવીને ઉભી હતી.ત્યારે અહીંથી કાર પસાર થતા તેને રોકાવી હતી,પરંતુ ચાલકે કાર ભગાડી મુકી હતી. પોલીસે તેનો પીછો કર્યો હતો.અંતે બુટલેગર ગેંડા અગડ રોડ ઉપર કાર મુકી ભાગ્યા હતાં. જેમાંથી એક શખ્સ પકડાઇ ગયો હતો. પોલીસે કાર અને દારૂ મળી રૂપિયા 8.54 લાખનો દારૂ કબજે કર્યો હતો. આ અંગેની વધુ વિગત મુજબ શહેરના ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતા એભા મેરૂ ચાવડા અને તેનો સાગરીત ઇવનગર તરફથી કારમાં દારૂ લઇ જૂનાગઢ તરફ આવતા હોવાની બાતમીના આધારે સી ડીવીઝન પીએસઆઇ જે.જે.ગઢવી સહિતના સ્ટાફે ભૂતનાથ ફાટક નજીક વોચ ગોઠવી હતી.
- Advertisement -
આ દરમિયાન એક ઇનોવા કાર પસાર થતા પોલીસે તેને રોકી હતી. પરંતુ કારચાલકે કાર ભગાવી મૂકી હતી. આથી પોલીસે તેનો પીછો કરતા બંને શખ્સ કારને ગેંડા અગડ રોડ પર કાર મૂકી ભાગવા જતા પોલીસે ભાવેશ ઉર્ફે ભાયોને પકડી લીધો હતો. જ્યારે એભા મેરૂ ચાવડા નાસી ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી 3.84 લાખની કિંમતનો દારૂ મળ્યો હતો. પોલીસ પૂછપરછમાં આ દારૂ લાખો ઉર્ફે કાળો પરબત કોડિયાતર અને અરજણ ઉર્ફે ખલી વરજાંગે દારૂ ભરાવ્યો હોવાનું ખુલતા પોલીસે કુલ 8.54 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.