જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. મહોબતપરા પેટા આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા દર્શનભાઇ પુરોહિતે મમતા દિવસને અનુલક્ષીને ટીટનશ (ટીડી) પેન્ટાવેલન, પોલિયો સહિતની રસીના ડોઝ આપવામાં માટે ગોઠણ સુધી ભરાયેલ પાણીમાં પણ વંથલી તાલુકાના સુખપુર ગામે પહોંચ્યા હતા અને સગર્ભા, કિશોરીઓ, ધાત્રીમાતા અને બાળ આરોગ્ય માટે ઉજવાતા મમતા દિવસે રસીકરણની સાથે આરોગ્યની તપાસણી કરવામાં આવતી હોય છે.
સુખપુર ગામે મમતા દિવસની ઉજવણીમાં જ્યોતીબેન ચુડાસમા, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર શ્રધ્ધાબેન ખાનપરા પણ જોડાયા હતા.