ગેસની લાઇનનાં કારણે ખોદકામ કરાતાં હાલાકી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં વરસાદનાં પગલે સોસાયટી વિસ્તારમાં વાહન ફસાઇ રહ્યાં છે.ત્યારે જૂનાગઢ બાયપાસ ઉપર ઠેરઠેર વાહન ફસાઇ ગયા હતાં. અહીં ગેસની લાઇન માટે ખોદકામ કરવામાં આવ્યું છે.જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
- Advertisement -
જૂનાગઢ શહેરમાં ભુગર્ભ ગટર અને ગેસની લાઇન નાખવામાં આવી છે. શહેરમાં વરસાદ થતા ઠેરઠેર વાહન ફસાઇ ગયા છે. આજે જૂનાગઢનાં બાયપાસ ઉપર ઠેરઠેર વાહન ફસાયેલા જોવા મળ્યાં હતાં. જૂનાગઢ બાયપાસની રોડની સાઇડમાં ગેસની લાઇન નાખવામાં આવી છે. જેના કારણે વાહન ફસાઇ રહ્યાં છે. બાયપાસનાં ખલીલપુર ચોકડી પાસે વાહન ફસાઇ ગયા હતાં. તેમજ ઝાંઝરડા ચોકડીથી આગળ એક ટ્રક રોડની બાજુમાં ફસાઇ ગયો હતો. અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.