ભાજપના પુર્વ પ્રવકતા નુપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપનાર અજમેરની ખ્વાજા ગરીબ નવાઝની દરગાહના ખાદીમ સલમાન ચિશ્તીની અજમેર પોલીસે ધરપકડ કરી છે. ખરેખર તો કુખ્યાત બદમાશ અને દરગાહના ખાદીમ સલમાન ચિશ્તીએ બે મીનીટ 50 સેકન્ડનો એક વિડીયો વાઈરલ કર્યો હતો, જેમાં નુપુર શર્માનું માથુ કાપી નાખવાની ધમકી આપી હતી.
અજમેર પોલીસે મોડી રાત્રે કાર્યવાહી કરીને સલમાન ચિશ્તીની ધરપકડ કરી હતી. સલમાન ચિશ્તીએ બે મીનીટ પર સેકન્ડના વિડીયોમાં ભાજપના પુર્વ પ્રવકતા નુપુર શર્માને ધમકી આપતો કહી રહ્યો છે કે સમય હવે પહેલા જેવો નથી રહ્યો, નહીં તો તે ના બોલત. કસમ છે મને પેદા કરનાર માની, હું તેને જાહેરમાં ગોળી મારી દેત, મને મારા બાળકોના સોગંદ હું તેને ગોળી મારી દેત અને આજે પણ છાતી ઠોકીને કહું છું કે જો પણ નુપુર શર્માની ગર્દન કાપીને લાવશે, હું તેને મારું ઘર આપી દઈશ અને હું રસ્તા પર આવી જઈશ, સલમાન આ વાયદો કરે છે.
- Advertisement -
ભડકાઉ ભાષણ બાદ થઈ હતી કન્હૈયાલાલની હત્યા: વિડીયોમાં સલમાન ચિશ્તીએ આગળ પોતાની ખ્વાજાનો સાચો સિપાહી બતાવતા કહ્યું હતું કે હું આજે પણ સરી નાખવાનું જોર રાખું છું. વાયરલ વિડીયોમાં સલમાન મુસલમાનોને ભડકાવનારી વાતો પણ કરે છે. ઉલ્લેખનીય છે કે 17મી જૂને ગરીબ નવાઝની દરગાહની બહારથી કાઢવામાં આવેલા મૌન જુલુસમાં દરગાહના ખાદીમ ગૌહર ચિશ્તીએ પણ ભડકાઉ ભાષણ આપ્યું હતું. નારા લગાવ્યા હતા. ગુસ્તાખ એ રસુલ કી યહી સજા, સર તન સે જુદા, સર તન સે જુદા, ત્યારબાદ ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા થઈ હતી.
Rajasthan | Ajmer Police arrested Salman Chishti, Khadim of Ajmer Dargah last night for allegedly giving a provocative statement against suspended BJP leader Nupur Sharma: Additional Superintendent of Police, Vikas Sangwan pic.twitter.com/6U3WCjVar7
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 6, 2022
- Advertisement -