જૂનાગઢ જિલ્લામાં સિઝનનો 28.17% વરસાદ પડી ગયો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ વરસી રહ્યો છે.આજે જૂનાગઢ શહેરમાં બપોરનાં 12થી 2 વાગ્યા વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો.જૂનાગઢમાં સાડા ત્રણ ઇંચ અને મેંદરડામાં 3 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. વંથલીમાં બે ઇંચ વરસાદ થયો હતો.જૂનાગઢ જિલ્લાનાં માળિયા હાટીનામાં દોઢ ઇંચ અને જૂનાગઢ અને વંથલીમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. જૂનાગઢ જિલ્લામાં સિઝનનો 28.17 ટકા વરસાદ વરસી ગયો છે.
- Advertisement -
જૂનાગઢમાં શનિવારનાં દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢમાં સતત વરસાદ પડવાની જનજીવન પ્રભાવીત થઇ રહ્યું છે. તેમજ ધરતીપુત્રો ખુશ થઇ ગયા છે. જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. સતત વરસાદી ઝાંપટા પડતા હતાં. સવારનાં 10 વાગ્યા સુધી વરસાદી ઝાંપટા પડ્યાં હતાં. બાદ 10 થી 12 વાગ્યા વચ્ચે ધોધમાર વરસાદ થયો હતો. બાદ બપોરનાં 12 થી 2 વાગ્યા વચ્ચે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બે કલાકમાં જૂનાગઢ શહેરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો.જૂનાગઢ શહેરમાં આજે બે વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ થયો હતો. આ ઉપરાંત વંથલીમાં બે ઇંચ વરસાદ થયો હતો. મેંદરડામાં 3 ઇંચ વરસાદ થયો હતો. માળિયામાં દોઢ ઇંચ વરસાદ થયો હતો. માણાવદરમાં અડધો ઇંચ વરસાદ થયો હતો.
જૂનાગઢ જિલ્લામાં સિઝનનો કુલ 28.17 ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં સૌથી વધુ વરસાદ માણાવદર તાલુકામાં 45.17 ટકા વરસાદ થયો છે.
માણાવદર તાલુકામાં સિઝનનો 15 ઇંચ વરસાદ વરસી ગયો છે. જૂનાગઢ જિલ્લામાં ભેંસાણમાં સિઝનનો સૌથી ઓછો વરસાદ થયો છે. ભેંસાણ તાલુકામાં સિઝનનો માત્ર 4.84 ઇંચ જ વરસાદ થયો છે. કેશોદ તાલુકામાં પણ સિઝનનો માત્ર 5.32 ઇંચ જેટલો વરસાદ થયો છે.કેશોદ તાલુકામાં ધીમીગતીએ વરસાદ પડી રહ્યો છે. આજે કેશોદમાં માત્ર 10 મીમી વરસાદ થયો હતો.