કંપનીએ ગુજરાત સહિત દેશભરમાં સ્ટુડિયોનું વિસ્તરણ હાથ ધર્યું
ખાસ-ખબર સંવાદદાતા
ઓનલાઇન અને ઓફલાઇન ફર્નિચર અને હોમ ગુડ્સનું વેચાણ કરતી કંપની પેપરફ્રાયે 2000 કરોડથી વધુના આઈપીઓની યોજના હાથ ધરી છે. કંપનીએ આ માટે મર્ચન્ટ બેન્કર્સની નિમણૂક કરી છે અને આઈપીઓમાં ઓફર ફોર સેલ અને ફ્રેશ ઇસ્યૂ રહેશે એમ કંપનીના ફાઉન્ડર અને સીઈઓ અંબરિષ મૂર્તિએ જણાવીને ઉમેર્યું હતું કે કંપની છેલ્લા પાંચ-છ વર્ષથી 40 ટકા સીએજીઆરથી ગ્રોથ કરી રહી છે. કંપની દ્વારા કરવામાં આવનારા ભરણું કેટલાક પીઈ ફંડ અને ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓને એક્ઝિટ આપવા માટે કરવામાં આવશે. અત્યાર સુધી કંપનીએ વિવિધ રોકાણકારો પાસેથી 24 કરોડ ડોલર ઉભા કર્યા છે,જેનું નેટવર્ક વિસ્તરણ, લોજીસ્ટીક સપોર્ટ ઉભો કરવા પાછળ રોકાણ કરાયું છે. આગામી 2026 સુધીમાં ભારતનું ફર્નિચર માર્કેટનુંકદ વધીને લગભગ 40 અબજ ડોલરનું થશે.
- Advertisement -
કોરોના પછી આ ક્ષેત્રે ઓર્ગેનાઇઝ સેક્ટર્સનો હિસ્સો 15 ટકાનો થયો છે જે આગામી બે વર્ષમાં 20 ટકા સુધી પહોંચશે. આને ધ્યાનમાં લઇને કંપનીએ આગામી એક વર્ષમાં વધુ 100 સ્ટુડિયો ખોલવાની યોજના હાથ ધરી છે. ગત વર્ષે કંપનીએ સ્ટુડિયોની સંખ્યામાં 100નો ઉમેરો કર્યો હતો. કંપની ગુજરાતમાં 10 સ્ટુડિયો ધરાવે છે જ્યાં ફર્નિચર અને હોમ ગુડ્ઝની વિસ્તૃત શ્રેણીનો ઓપ્શન ઓફર કરે છે. કંપનીની કુલ રેવન્યૂમાં સ્ટુડિયોનો હિસ્સો 45 ટકા અને ઓનલાઇનનો 55 ટકાનો રહ્યો છે. કંપની પ્રાઈવેટની સાથે નામાંકિત બ્રાન્ડનું વેચાણ ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા કરી રહી છે.