કાલાવાડ રોડ પર આવેલી શ્રીજી પાન નામની દુકાન બંધ કરાવવા ચાર શખ્સોએ આતંક મચાવ્યો, ઈઈઝટ ફૂટેજ વાયરલ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોઈ તે પ્રકારે એક બાદ એક લુખ્ખા તત્વોના આતંકના બનાવો સામે આવી રહી છે. રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કાલાવડ રોડ પર લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. શ્રીજી પાન નામની દુકાન બંધ કરાવવા ચાર જેટલા લુખ્ખાઓ આતંક મચાવતા હોઈ તે પ્રકારના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સમગ્ર મામલે તાલુકા પોલીસે ચાર જેટલા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
- Advertisement -
દિલીપસિંહ કાળુભા સોલંકી ગરાસિયા દરબાર પોતાની દુકાને હતા. આ સમયે રાત્રિના સવા એક વાગ્યાના અરસામાં ચેતન રાઠોડ, કુલદીપ વાઢેર, ગટ્ટો તેમજ એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવી ચઢ્યા હતા. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ચેતન રાઠોડ ’તું દુકાન બંધ કરી દે’ કહી મારી સાથે ગાળા ગાળી કરવા માંડ્યો હતો. મેં તેને ગાળો બોલવાની ના પાડતાં મારી સાથે મારકૂટ કરવા લાગ્યા હતાં. સમગ્ર મામલે મને ઈજા પહોંચતા મને તાત્કાલિક અસરથી ગિરીરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મને સાત ટાંકા પણ આવ્યા હતા.