જૂનાગઢ ACCએ લાંચ લેતા રંગેહાથે પકડી પાડ્યો
ખાસ-ખબર સંવાદદાતા
બગસરા તાલુકાના નાના મુંજીયાસર ગામનાં લાંચિયા સરપંચને એસીબીએ છટકું ગોઠવી 3 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. સરપંચએ સીંગદાણાનું બિયારણ વેંચતા વેપારી પાસે લાંચ માંગી હતી.સીંગદાણાનાં બિયારણનો વેપાર કરતા વેપારી પાસેથી થોડા સમય પહેલા અમરેલી જિલ્લાનાં બગસરા તાલુકાનાં નાના મુંજીયાસર ગામનાં ખેડુતોએ બિયારણ ખરીદ કરેલ હતુ. જે બિયારણ ખરાબ નીકળતા ખેડુતોને નુકસાન થયુ હતુ. જે અંગે ખેડુતોએ વાત કરતા ખરાબ બિયારણથી થયેલ નુકસાન પેટે વેપારીએ વળતર ચુકવી આપેલ હતુ. બાદમાં આ અંગેની જાણ નાના મુંજીયાસર ગામનાં સરપંચ મનસુખ બચુભાઈ ક્યાડાને થતાં તેમને બિયારણનાં વેપારીનો ટેલીફોનીક સંપર્ક કરી રૂપિયા 5 લાખની લાંચની માંગણી કરી હતી. જેમાં રકઝકના અંતે રૂપિયા 3 લાખ આપવાનું નક્કી થયા હતાં. બાદ જૂનાગઢ એસીબીનાં મદદનીશ નિયામક બી.એલ. દેસાઈના સુપરવિઝન હેઠળ પીઆઈ પી.બી.ગઢવી તથા તેની ટીમએ છટકુ ગોઠવેલ હતુ. જેમાં નક્કી થયા મુજબ જૂનાગઢમાં ભેંસાણ રોડ ઉપર મારૂતિ ઓઈલ મીલ પાસે વેપારી પાસે લાંચની રકમ લેવા આવેલ સરપંચ મનસુખભાઈએ વાતચીત કરી લાંચની રકમ લીધેલ હતી. એ સમયે જ એસીબીની ટીમ ત્યાં ત્રાટકી સરપંચને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા હતા.



