જિલ્લામાં 8 mmથી લઈને 40 mm સુધીનો વરસાદ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગઈકાલે રવિવારે જીલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં તોફાની પવન સાથે મેઘરાજાએ શુકન સાચવ્યું હતું અને સમગ્ર જીલ્લામાં 8 ખખ થી લઈને 40 ખખ સુધીનો વરસાદ વરસ્યો હતો.
- Advertisement -
મોરબી જિલ્લા ફ્લડ ક્ધટ્રોલ રૂમનાં સતાવાર આંકડા મુજબ મોરબી જીલ્લામાં સોમવારે સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન ટંકારા તાલુકામાં સૌથી વધુ 40 મીમી, વાંકાનેરમાં 20 મીમી, માળિયામાં 15 મીમી, હળવદમાં 11 મીમી અને મોરબીમાં 08 મીમી વરસાદ નોંધાયો હતો જયારે ચાલુ વર્ષમાં મોસમનો કુલ વરસાદ જોઈએ તો ટંકારામાં 70 મીમી, માળીયામાં 24 મીમી, મોરબીમાં 29 મીમી, વાંકાનેરમાં 32 મીમી અને હળવદમાં 20 મીમી વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે.