શિવેસેનાના બાગી જૂથને એક મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરી ઝિરવાલે એકનાથ શિંદેની અવિશ્વાસની દરખાસ્ત ફગાવી દીધી છે. શિવસેનાના બાગી જૂથ દ્વારા ઉદ્ધવ સરકારની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી જેને ડેપ્યુટી સ્પીકર દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
- Advertisement -
16 બળવાખોર ધારાસભ્યોને નોટિસની સંભાવના
મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર ટૂંક સમયમાં 16 બળવાખોર ધારાસભ્યોને નોટિસ આપે તેવી સંભાવના છે, જેમની લાયકાતને રદ કરવાની માંગ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ નોટિસો તૈયાર છે અને ટૂંક સમયમાં જ ધારાસભ્યોને મોકલવામાં આવી શકે છે. અયોગ્યતાની કાર્યવાહી કરી શકાય છે કે નહીં તે અંગે કાનૂની અભિપ્રાય માંગવામાં આવ્યો છે.
મુંબઈ અને ઠાણેમાં કલમ 144 લાગુ
રાજ્યમાં ચાલી રહેલી રાજકીય અરાજકતાની વચ્ચે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ઠાણે અને મુંબઈમાં કલમ 144 લાગુ પાડી દેવામાં આવી છે.
થાણેમાં એકનાથ શિંદેના ઘરની બહાર સુરક્ષા વધારી દેવાઈ
- Advertisement -
મહારાષ્ટ્રના થાણેમાં શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેઓ હાલમાં રાજ્યના અન્ય બળવાખોર ધારાસભ્યો સાથે આસામના ગુવાહાટીમાં રેડિસન બ્લુ હોટેલમાં રોકાયા છે.
A meeting of Eknath Shinde group is underway at Radisson Blu Hotel in Guwahati, Assam. The next course of action is being discussed in the meeting.#MaharashtraCrisis
— ANI (@ANI) June 25, 2022
થાણેમાં રાજકીય સરઘસ નહીં કાઢી શકાય
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય અસ્થિતરનાને ધ્યાને લઈને મહારાષ્ટ્ર પોલીસે થાણે આગામી 30 જૂન સુધી જિલ્લામાં કોઈપણ પ્રકારની રાજકીય સરઘસ, એકત્રીકરણ અથવા સૂત્રોચ્ચાર પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે.
Maharashtra | Shiv Sena workers protested against rebel MLAs of the party and burnt effigies outside the party office in Kharghar. #MaharashtraPolitcalCrisis pic.twitter.com/9llzxjtFep
— ANI (@ANI) June 25, 2022
સંજય રાઉતે કહ્યું, રસ્તા પર આગ લાગી જશે
આ અગાઉ આજે જ સંજય રાઉતે ફરી એક વાર બળવાખોર ધારાસભ્યોને ઈશારામાં ધમકી આપી દીધી છે. તેમણે કહ્યુ કે, શિવસૈનિકોએ ધૈર્ય રાખ્યું છે, નહીંતર શહેરોમાં આગ લાગી જાય. એટલા માટે આપને કહી રહ્યા છીએ કે, પાછા આવી જાવ. સંજય રાઉતે એકનાથ શિંદે જૂથના સંદર્ભમાં કહ્યું છે કે, તેઓ જે દાવા કરી રહ્યા છે, તેમને કરવા દો. નંબર્સમાં કોની પાસે કેટલી તાકાત છે, તે ફ્લોર પર દેખાશે. હું સીએમ ઉદ્ધવ ઠાકરે તરફથી બોલી રહ્યો છું, તે યાદ રાખજો.