સત્તા હાથમાંથી જતી દેખાતા સંજય રાઉતે ધમકી ઉચ્ચારી
સંજય રાઉતની ધમકી, કાયદાથી નહિ તો રોડ પર લડશે શિવસૈનિકો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ શિવસેનાના એક પછી એક ધારાસભ્યો એકનાથ શિંદે સાથે જોડાઈ રહ્યા છે. મહારાષ્ટ્રના સંગ્રામમાં હાલ એકનાથ શિંદેનો હાથ ઉપર જોવા મળી રહ્યો છે. ઉદ્ધવની ભાવનાત્મક અપીલની કોઈ અસર ના થતાં શિંદે ગ્રુપના ધારાસભ્યો પર ઉશ્કેરાયેલા સંજય રાઉતની ધમકી સામે આવી છે.
આજે (24 જૂન) સવારે મીડિયા કર્મીઓના સવાલોના જવાબ આપતી વખતે શિવસેનાના રાજ્યસભાના સંસદ સભ્ય અને પ્રવક્તા એક સંજય રાઉતે ધમકીના સ્વરમાં કહ્યું હતું કે તેમને ટક્કર આપતા પહેલા એકનાથ શિંદે ગ્રુપના ધારાસભ્યોએ જાણવું જોઈએ કે હજુ તેમના કાર્યકર્તાઓ રસ્તાઓ પર નથી ઉતાર્યા. શિવસેના નેતા સંજય રાઉતની ધમકી દરમિયાન આગળ જણાવ્યુ કે, 12 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા ચાલી રહી છે (એકનાથ શિંદે જૂથના), તેમની સંખ્યા માત્ર કાગળ પર છે. શિવસેના એક મોટો મહાસાગર છે આવા મોજા આવે છે અને જાય છે. એટ્લે કે સંજય રાઉતને હજુ આશા છે કે આ પૂરો મામલો હજુ તેમની બાજુ ઢળી શકે છે.