પ્રથમ દિવસે 3100 ભૂલકાને શાળામાં પ્રવેશ અપાયો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. જૂનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનાં પ્રથમ દિવસે 3100 ભૂલકાઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
- Advertisement -
ગઇકાલથી ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. જેમાં માખીયાળા, ભલગામ, જાલણસર, વાણંદીયા સહિતના ગામોમાં પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં ગુજરાત આપતી વ્યવસ્થાપન સતા મંડરના અધિકમુખ્ય અધિકારી એ.જે. અસારી ઉપસ્થિત રહ્યા હતા. જયારે જૂનાગઢનાં આંબેડકર નગર, લિરબાઇપરા શાળામાં કલેકટર હાજર રહ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં કુલ 3100 ભૂલકાઓને ધો.1માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ ભુલકાઓને સ્કૂલબેગ, શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યકમમાં કલેકટરે ઓછામાં ઓછા દસ વિધાર્થીઓ ભવિષ્યમાં આઇએએસ ઓફિસર બને તે માટે કાળજી સેવા શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતુ. આજે કણઝુ કણઝડી, પ્રાથમિક શાળામાં જિલ્લાના પ્રભારી મંત્રી રહ્યાં હતાં.