By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં પૂર્વ PM ઇમરાન ખાનની બહેનો પર પોલીસનો લાઠીચાર્જ, એક વર્ષથી મુલાકાત ન મળતા જેલ બહાર ધરણાં
    4 hours ago
    હોંગકોંગની આગમાં મૃત્યુઆંક વધીને 55 પર પહોંચ્યો, 270થી વધુ લોકો ગુમ થયા
    6 hours ago
    બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને 27 વર્ષની જેલ
    1 day ago
    કેનેડામાં ખાલિસ્તાન રેફરન્ડમમાં ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરવામાં આવ્યું
    1 day ago
    યુક્રેન શાંતિ યોજનાને આગળ વધારવા માટે તૈયાર છે, ટ્રમ્પ સાથે વિવાદિત મુદ્દાઓ પર ચર્ચા કરીશું: ઝેલેન્સ્કી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લગ્નનાં દિવસે દુલ્હનને અકસ્માત અને પછી ઈંઈઞમાં જ લગ્ન…
    4 hours ago
    ભારતીય ‘ઇલોન મસ્ક’નું રૉકેટ તૈયાર, મોદીએ ઉદ્ઘાટન કર્યું
    4 hours ago
    આપત્તિજનક ક્ધટેન્ટ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ
    4 hours ago
    અમે બધા સંબંધિત નેતાઓને બોલાવીને ચર્ચા કરીશું: મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન
    6 hours ago
    મેડિકલ કોલેજ લાંચ કેસમાં EDએ 10 રાજ્યોમાં દરોડા પાડ્યા
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી પહેલા રોહિત શર્મા ફરી નંબર વન બેટ્સમેન બન્યો
    4 hours ago
    કોમનવેલ્થથી અમદાવાદનો દસેય દિશામાં વિકાસ થશે
    5 hours ago
    T20 વર્લ્ડ કપ-2026 શેડ્યૂલ જાહેર: ઈન્ડિયા-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે
    1 day ago
    ઘરઆંગણે વ્હાઈટવોશમાં ભારતે 2-0થી હારનો સામનો કરવો પડ્યો, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતી
    1 day ago
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    5 hours ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    6 hours ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    1 day ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 days ago
    સ્મૃતિ મંધાનાએ લગ્નની પોસ્ટ ડિલીટ કરી, પલાશની બહેન પલક મુચ્છલે આપી પ્રતિક્રિયા
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 days ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 days ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડો. ભરત બોઘરા: ચોતરફ ચર્ચાતું નામ 108 જેવું ઝડપી કામ !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > ડો. ભરત બોઘરા: ચોતરફ ચર્ચાતું નામ 108 જેવું ઝડપી કામ !
AuthorKinnar Acharya

ડો. ભરત બોઘરા: ચોતરફ ચર્ચાતું નામ 108 જેવું ઝડપી કામ !

Khaskhabar Editor
Last updated: 2022/06/22 at 3:33 PM
Khaskhabar Editor 3 years ago
Share
23 Min Read
SHARE

પ્રદેશ ભાજપનાં ઉપાધ્યક્ષનો અત્યંત નજીકથી પરિચય…

એક અત્યંત સાધારણ ખેડૂત પરિવારનાં પુત્ર ડૉક્ટર કેવી રીતે બન્યા? ડૉક્ટરમાંથી 1700 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીના માલિક કેવી રીતે બન્યા?

- Advertisement -

22 જૂને ડૉ. ભરત બોઘરાના જન્મદિને ખાસ-ખબરની વિશિષ્ટ ભેટ
ડૉ. ભરત બોઘરાના જીવનમાં 22 જૂન મહત્ત્વપૂર્ણ તારીખ છે. ડૉ. ભરત બોઘરાનો જન્મ 22 જૂને થયો છે ઉપરાંત તેમનાં જીવનમાં ડૉક્ટરના અભ્યાસનો આરંભ હોય કે અંત હોય કે પછી તબીબી સેવાનો આરંભ હોય… તેમનાં પ્રથમ ક્લિનિકના ઉદ્દઘાટનથી લઈ જીવનના અનેક ઉતાર-ચઢાવ 22 જૂને જ થયા છે.

રાજકોટ જિલ્લાનાં આટકોટમાં આવેલી કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનો પ્રતિક્ષા ખંડ. લગભગ આખો વેઈટિંગ હોલ ફૂલ. દર્દી-દર્દીઓનાં સગાં-વ્હાલાંઓને એક સજ્જન બહુ હેતથી પૃચ્છા કરી રહ્યાં છે. તમે ક્યાંથી આવો છો ? શું તકલીફ છે ? કોઈ કહે છે મોટા દડવા, કોઈ કહે અમરેલી, સુલતાનપુર કે સાવરકુંડલા. બધાંને તેઓ સધિયારો આપે છે : ‘સારું થઈ જશે, બિલકુલ ચિંતા કરતા નહીં!’

એમનો ટૉન બિલકુલ કૃત્રિમ નથી. બહુ માયાળુ સૂરે તેઓ દર્દીઓ, પરિવારજનો સાથે વાત કરી રહ્યાં છે. આ તોતિંગ, સુવિધાજનક હોસ્પિટલમાં બધાની સાર-સંભાળ લેતાં આ સજ્જન છે : ડૉ. ભરત બોઘરા.

- Advertisement -

આવનારી વિધાનસભા ચૂંટણીઓમાં ડૉ. ભરત બોઘરાની ભૂમિકા સૌરાષ્ટ્રમાં મહત્ત્વપૂર્ણ રહેવાની છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજુ હમણાં જ આ હોસ્પિટલનું લોકાર્પણ કયું. પરવાડિયા હોસ્પિટલનો આખો મોરચો સંભાળ્યો છે ડૉ. ભરત બોઘરાએ. તેઓ હોસ્પિટલને લીધે પણ ચર્ચામાં છે અને ભાજપનાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે પણ ન્યૂઝમાં છે. આજે સૌરાષ્ટ્ર ભાજપમાં ડૉ. બોઘરાનું નામ સૌથી વજનદાર ગણાય છે. આવનારી વિધાનસભા ચૂંટણીઓમાં તેમની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ રહેવાની છે – એ પણ બધાંને ખ્યાલ છે. જો કે, એક પોલિટિશિયન ઉપરાંત પણ ડૉ. ભરત બોઘરાની બીજી અનેક પ્રકારની ઓળખ છે જે તેમનાં જ શબ્દોમાં જાણીએ.
મારો જન્મ જસદણ તાલુકાના કમળાપુરમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં 22 જૂન 1978ના રોજ થયો છે. સમજણો થયો અને મને યાદ છે ત્યાં સુધી અમારે જસદણના કમળાપુર ગામમાં 20 વીઘા સૂકી ખેતી અને એક કાચું-સાદું ઘર હતું. બા અને બાપા બંને એક ચોપડી ભણેલા, ખેતીકામ કરતા. પ્રાથમિક શિક્ષણ મૂળ વતન કમળાપુરમાં જ લીધું. પછી માધ્યમિક શિક્ષણ જૂનાગઢના સ્વામિનારાયણ ગુરુકુળમાં મેળવવા એક પરીક્ષા આપી, હું એ પરીક્ષા પાસ થયો. 365 દિવસ ભણવાના 365 રૂપિયા ફી ભરી દીધી, એડમિશન મળી ગયું. ધો. 8-9માં સારા નંબરે પાસ થયો. બા-બાપાને કઈ ખબર ન પડે, હું ક્યાં ભણું, કેવું ભણું.. એ અભણ હતા. ધો. 10, 11 અને 12 એમ ત્રણ ધોરણ રાજકોટની એલ.બી.એસ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું. રાજકોટમાં એક ભાડાની રૂમમાં હું રહેતો. એ સમયે મને સાયન્સમાં 96% આવેલા, મેડિકલમાં એડમિશન લેવા માટે 3% ઓછા પડ્યા તેથી વડોદરાની આયુર્વેદિક હોસ્પિટલમાં ભણવા ગયો. 1996થી 2002 સુધી વડોદરામાં અભ્યાસ કર્યો. માતા-પિતા નિરક્ષર અને પરિવારની સ્થિતિ સાધારણ હોવાથી ભણતાભણતા કમાવવાનું પણ શરૂ કર્યું. મેડિકલમાં ભણવાનો પહેલો જ દિવસ નોકરીનો પણ પહેલો દિવસ હતો. બરોડામાં આયુર્વેદિક ડોક્ટર બનવાના અભ્યાસ સાથે આર્થિક ઉપાર્જન માટે એક 40 બેડની હોસ્પીટલમાં એમ.ડી. ડોક્ટરની નીચે આસિસ્ટન્ટની નોકરી શરૂ કરી, બે વર્ષમાં મેડિકલ ઓફિસર તરીકે નિમણૂંક મળી ગઈ. દિવસે ભણવાનું અને રાત્રે નોકરી કરવાની. આમ દિવસો પસાર થતા ગયા. ખૂબ સંઘર્ષ અને મહેનત કર્યા બાદ 22, જૂન 2002માં ભણવાનું પૂરું થયું. વડોદરાથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડિસેમ્બર, 2001થી જૂન, 2002 સુધી 6 મહિનાની ઈન્ટરશિપ જસદણની સિવિલ હોસ્પિટલમાં કરી. 2002માં જ કમળાપુરમાં પોતાનું ક્લિનિક શરૂ કર્યું. 22 જૂને મારા જન્મદિવસ નિમિત્તે હોસ્પિટલનું મૂહુર્ત કર્યું. કમળાપુરને ઉત્તમ આરોગ્યની સારવાર મળે તેવી આદરભાવના સાથે ગામમાં જ એક ચારેક રૂમવાળું મકાન ભાડે રાખીને તેમાં આશરે દોઢેક લાખના સાધનો વસાવી આરોગ્ય ક્ષેત્રે સેવા શરૂ કરી. એ સમયે મારી સગાઈ થઈ ગયેલી, મારા પત્ની પણ આયુર્વેદિક ડોક્ટર, ડો. નીતા બોઘરા. હોસ્પિટલ શરૂ થયાના બીજા જ દિવસે લગભગ 50 જેટલા પેશન્ટ્સની ઓપીડી હતી. અને એકાદ-બે મહિના સુધી દરરોજ દોઢસો-બસ્સો દર્દીઓ આવતા રહ્યા. એ સમયે આરોગ્ય વિષયક સરકારી કોઈ ખાસ યોજનાઓ હતી નહીં, ડિલેવરી પેશન્ટ્સ ખૂબ આવે. રોજ પાંચ-છ બાળકોનો જન્મ ત્યાં થતો. ઈમરજન્સી પેશન્ટ્સ આવવાનું પણ ચાલુ જ હોય. આ ગાળામાં અમારો લક્ષ્ય એક જ રહેતો, માત્રને માત્ર દર્દીના દર્દનું નિદાન કરવાનો. મેં ક્યારેય પેશન્ટ્સને કિધું નથી કે, આટલી ફિ થશે, આટલા રૂપિયા ચૂકવવાના રહેશે વગેરે.. જેની પાસે પૈસા હોય એ આપે, જેમની પાસે પૈસા ન હોય તે ન આપતા. ખાસ કરીને ફાટેલાતૂટેલા કપડાં પહેરીને જે ડિલેવરી પેશન્ટ્સ આવતા, તેમની સ્થિતિ જોઈને અમને દયા આવતી. ડિલેવરી થઈ જાય પછી તેમની પાસે કઈ જમવાના કે ખાવાપીવાના પૈસા નહોય એટલે મેં મારા ઘરે એક બહેન રાખ્યા હતા. એ બહેન પાસે શીરો બનાવડાવી અમે ડિલેવરી પેશન્ટ્સને ખવડાવતા હતા. આગળ જતા એવું પણ કર્યું કે, રાજકોટથી ચણીયાનું કાપડ મગાવી ફાટેલાતૂટેલા કપડામાં આવતા મહિલા દર્દીઓને આપતા. 2002થી લઈ 2006 સુધી અવિરત થાક્યા, હાર્યા વિના દર્દી નારાયણની સેવા કરી. મારા પત્ની ડો. નીતા બોઘરાએ 2008 સુધી મેડિકલ પ્રેક્ટિસ કરી. 2006માં મને બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો. નાનપણથી તેનો શોખ પણ હતો. અમારા વિસ્તારમાં કપાસ સારું થાય. 2007ની શરૂઆતમાં બે-ત્રણ મિત્રો સાથે ભેગા મળી જીનીંગ ફેક્ટરી શરૂ કરી. એ માટે દોઢ કરોડની લોન પણ લીધી. ભૂમિ જીનીંગ ફેક્ટરી જસદણમાં શરૂ કર્યા બાદ એક જ વર્ષમાં બહુ સારો એવો નફો થયો એટલે તેના બીજા વર્ષે 2008માં અન્ય એક ફેક્ટરી ધ્રુવ કોટન પ્રોસેસિંગ પ્રા લિ.ની સ્થાપના કરી. 2008માં બાળકોના અભ્યાસ અર્થે કમળાપુર – જસદણમાંથી રાજકોટ સ્થાયી થવાનું નક્કી કર્યું. 2008થી લઈ આજ સુધી હું અને મારો પરિવાર રાજકોટમાં જ રહીએ છીએ. મારા રાજકરણમાં પ્રવેશની વાત કરું તો, 2002માં જસદણમાં ગયો ત્યારથી લઈ સ્થાનિક ચૂંટણીઓમાં કુંવરજીભાઈ મને નાનામોટા કામકાજ સોંપે. 2007ની ચૂંટણીમાં મેં તેમને એક સારા વ્યક્તિ – ઉમેદવાર તરીકે થોડીઘણી મદદ કરેલી. 2009માં લોકસભાની ચૂંટણી આવી.

આ બેઠક લેઉવા પટેલની હોવાથી બધાએ મને ચૂંટણી લડવા જણાવ્યું પરંતુ મેં ના પાડી તેથી કુંવરજીભાઈ એ ચૂંટણી લડ્યા અને જીત્યાં. ત્યારથી તમામ સર્વેમાં મારું નામ આવતું ગયું કે, આ વિસ્તારમાં ભરતભાઈ સક્રિય છે એવું ચર્ચાતું આવ્યું છે. હું કોઈ પક્ષમાં જોડાયેલો નહતો. 2009માં જસદણની ટિકિટ કોંગ્રેસ લેઉંવા પટેલ સમાજની વ્યક્તિને આપે એવી માંગ થઈ, કુંવરજીભાઈ પોતાના વચનમાંથી ફરી ગયા. કોંગ્રેસે લેઉવા પટેલ સમાજને ટિકિટ ન આપી એટલે અમારા સમાજે મને કહ્યું કે આમનો તમારે પ્રતિકાર કરવો જોઈએ. એ દરમિયાન ભાજપ પણ સારા ઉમેદવારની શોધમાં હતો. મને વિજયભાઈ બે-ત્રણ વાર મળવા આવેલા, નરેન્દ્રભાઈ મોદીએ મને મળવા બોલાવેલો. હું સાહેબને મળવા ગયો અને સાહેબે મને સમજાવ્યો કે તમારે લડવું જોઈએ. ભાજપે મને ટિકિટ આપી અને હું સૌ પ્રથમવાર ચૂંટણી લડ્યો. કોઈ દિવસ પંચાયતનો સભ્ય પણ બન્યો નહતો અને 2009માં સીધી ધારાસભાની ચૂંટણી લડ્યો, 14700 મતે જીત્યો. 2010માં મને ભાજપે યુવા મોરચાનો પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવ્યો. સરકારમાં કામ કર્યું, સંગઠનમાં કામ કર્યું. નરેન્દ્રભાઈએ મને સહયોગ આપતા, મદદ કરતા. જસદણના અનેક કાર્યક્રમમાં અસંખ્ય વખત તેઓ આવ્યા. મોદીસાહેબની હાજરીમાં 2011માં 356 જેટલા સર્વજ્ઞાતિય સમૂહલગ્ન જસદણમાં કર્યા હતા. 2012ની ચૂંટણી લડ્યો અને જીપીપીના સમીકરણોના કારણે થોડા મતોથી હું ચૂંટણી હારી ગયો. 2012 પછી મને જિલ્લા ભાજપના સંગઠનના મહામંત્રીની જવાબદારી સોંપાઈ. થોડા સમય માટે પ્રદેશમાં વોટર મેનેજમેન્ટ સેલના ક્ધવીનર તરીકે રહ્યો. પ્રદેશ અને જિલ્લાના સંગઠનમાં કામ કરવા ઉપરાંત જસદણ માર્કેટિંગ યાર્ડમાં 3 વર્ષ ચેરમેન અને 3 વર્ષ વાઈસ ચેરમેન હતો. સહકારી ક્ષેત્રમાં પણ કામ કર્યું. 2010માં ઈઈઈંખ (સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન) આયુર્વેદિક કાઉન્સિલમાં ગુજરાત તરફથી મને જવાબદારી સોંપાઈ. નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વર્ષ 2009થી 2019 સુધી સતત 10 વર્ષ કામ કર્યુ. એ સમયે ગુજરાતમાં આયુર્વેદની 300 સીટ હતી, અને 6 કોલેજ સરકારી હતી, જેમાંથી 3ને જ મંજૂરી મળતી. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, જે કિન્નાખોરી કરતી હતી. ઈઈઈંખમાં જોડાયા બાદ ખાનગી સહિત ગુજરાતમાં આયુર્વેદિકની 27 જેટલી કોલેજ કરી અને 300 સીટમાંથી આજે 3200 જેટલી સીટ કરી. જેથી વિદ્યાર્થીઓને વિદેશ ભણવા જવું ન પડે.

તેમનો ખર્ચ અને સમય બચે. વર્ષ 2014 એક નેશનલ આયુર્વેદ સમિટ કરી જેમાં નરેન્દ્રભાઈ મોદી, બાબા રામદેવજી મહારાજ અને દેશભરના 14000 જેટલા ડોક્ટરો હાજર રહ્યા હતા. ત્યારપછી વર્ષ 2017માં વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં બીજીવાર ગુજરાત આયુર્વેદ સમિટ કરી હતી. આમ, આયુર્વેદના ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે. 2012માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકારે કોટનની નિકાસબંધી કરી, જેથી કોંગ્રેસ સરકારના વિરોધમાં એ સમયે મોદી સાહેબે અને ફળદુ સાહેબે ખેડૂત હિતરક્ષક યાત્રા કાઢી હતી. કોંગ્રેસની સરકારે સાઉથની ટેક્સટાઇલ લોબીના દબાણમાં આવીને ફાયનાન્સીયલ સેટિંગથી કપાસની નિકાસબંધી કરી ત્યારે કપાસનો ભાવ 1300 રૂપિયા હતો, તેમાંથી 800 રૂપિયા થઈ ગયો. ખેડૂતને ખૂબ મોટું નુકશાન થયું. એ વખતે કપાસનું વેલ્યુએડિશન ગુજરાતમાં થાય તો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય અને તેના સારા એવા ભાવ મળે એવો વિચાર મૂક્યો. હું, નીતિનભાઈ પટેલ, સૌરભભાઈ પટેલ વગેરે પાંચ-છ લોકોએ ભેગા મળી ટેક્સટાઈલ પોલિસી બનાવી. એ ટેક્સટાઈલ પોલિસીનો અભ્યાસ કરી નરેન્દ્ર મોદીએ વર્ષ 2012માં ગુજરાતને ટેક્સટાઈલ પોલિસી આપી. જેમાં સૌ પ્રથમ સ્પિનિંગ મિલ મારી પોતાની હતી. આ પોલિસી હેઠળ આખા ગુજરાતમાં પ્રથમ વર્ષે જ 50 જેટલી સ્પિનિંગ મીલ શરૂ થઈ. પછી હું સ્પિનિંગ ઈન્ડસ્ટ્રીઝમાં આવ્યો, આજે મારી પાસે 4 સ્પિનિંગ મિલ છે, ઓલ ગુજરાત સ્પિનિંગ એશોસિએશનો ચેરમેન છું.

પરિવારને વધુ સમય આપી શકતો નથી છતાં તેમનો સાથ-સહકાર મળતો રહે છે
ઘણીબધી પ્રવૃત્તિઓમાં અને પોલિટિક્સમાં સમય ફાળવવા સાથે ફરવા કે ફેમિલી માટે સમય કાઢવા અંગે ડો. ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, જનરલી સ્ટ્રગલીંગ કેરિયર રહી છે, ઘરના સભ્યોને કે ફેમિલીને થોડો અન્યાય થતો હશે, એવું મને પણ લાગે છે. સાંજના સમયે કે સવારના સમયે શક્ય હોય તેટલો સમય પરિવારને આપું છું, પણ જાહેર જીવનમાં અને સમાજ જીવનમાં સક્રિય હોય એટલે એક વસ્તુ તો પાકી છે કે, ફેમિલીને સો ટકા અન્યાય થાય. પણ છતાંય એમાંથી બેલેન્સ કરીને પરિવારના સભ્યોને હું સમય આપું છે અને તેઓ પણ મને સહકાર આપે છે. આપણે આટલું સારૂ કામ કરતા હોઈએ તો એમાં કોઈ સવાલ નથી કે આપણને સહયોગીઓ ન મળે, મળી જ રહે.

નરેન્દ્રભાઈ મોદી મારા જીવનના આદર્શ પુરુષ
તમારા પર કોઈ ખાસ વ્યક્તિ, ગુરૂ કે કોઈનો પ્રભાવ ખરો? આ અંગે ભરત બોઘરાએ કહ્યું હતું કે, હું એક વ્યક્તિને મારા જીવનના આદર્શ પુરૂષ માનું છું, નરેન્દ્રભાઈ મોદી. 2009થી હું તેમની સાથે જોડાયો ત્યારથી લઈ આજ સુધી નાના-મોટા પ્રસંગો હોય કે ડિપ્રેશન કે ટેન્શન હોય એટલે હું તેમને મળું, વાત કરું તો સો ટકા સંતોષ થાય અને મારે કંઈપણ કરવું હોય કે કામ હોય તો હું તેમનું માર્ગદર્શન લેતો હોઉં છું. એમને હું મારા જીવનના આદર્શ પુરૂષ માનું છું.

મારી કમળાપુરની પહેલી હોસ્પિટલ જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ
જિંદગીમાં સૌથી મોટો ટર્નિગપોઈન્ટ ક્યારે અને ક્યો આવ્યો એ સવાલના જવાબમાં ડો. ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, પ્રથમ ટર્નિંગ પોઈન્ટ હતો, મેં જે હોસ્પિટલનું કમળાપુરમાં ઓપનિંગ કર્યુ હતું તે, પછીથી મને કલ્પના નહોતી કે આટલો મોટો પ્રતિસાદ મળશે. કમળાપુરમાં મારી કારકિર્દીની શરૂઆતમાં સ્થિતિ સામાન્ય હતી. દોઢ લાખ રૂપિયા ઉછીના લઈને હોસ્પિટલ ચાલું કરી હતી. હોસ્પિટલ ચાલું કર્યા બાદ પહેલા દિવસથી લોકોને જે પ્રેમ મળતો, દર્દીઓને પરિણામ મળતું, એ વખતે મને તેમ લાગતું હતુ કે, મેં જે આટલા વર્ષ મહેનત કરી છે, તે આખરે સફળ થઈ.

બે વખત ચૂંટણી હાર્યાનો અફસોસ
જિંદગીમાં સૌથી મોટો કોઈ અફસોસ રહી ગયો હોય એવું ખરૂ? આ પ્રશ્નનો જવાબ ડો. ભરત બોઘરાએ એવો આપ્યો હતો કે, એક કે બે વખતની ચૂંટણી હારી ગયો ત્યારે બહુ અફસોસ થતો હતો, મારા મનમાં ડિઝાઈન હતી જે રાજકીય જાહેર જીવનમાં કામ કરવાની એમાં હું કેમ પાછો પડું છું? એવું એકલાએકલા થતું હતું. કારણ કે ત્રણ વર્ષ ધારાસભ્ય રહ્યો ત્યારે 750 કરોડ ડેવલોપમેન્ટના પ્લાન બનાવીને ખૂબ મોટા પાયે એ વિસ્તારમાં ચેન્જીસ કર્યો હતો. દા.ત. વિજળીની સમસ્યા ત્યાં બહુ મોટા પ્રમાણમાં હતી, જે મેં જડમૂળમાંથી દૂર કરી. આખા વિસ્તારમાં 1466 જેટલી સ્મસ્યાઓ સોલ્વ થાય એટલી એવી ડિઝાઈન તૈયાર કરાવી ઉર્જા વિભાગ સાથે અને એ વિસ્તારમાં એકપણ વાડીમાં લો વોટ નથી રહેવો દીધો. એવો જ પ્રશ્ન પાણીનો હતો. મારા મનમાં એ પણ ડિઝાઈન હતી, સિંચાઈ માટે પાણીના વિષયો આવતા. અને ઘણા બધા મારા મનમાં વિચારો આવતા કે આવું થાય તો આવો સારો વિસ્તાર થાય અને સુવિધાઓ મળે. એ અફસોસ રહ્યો હતો કે, મને કામ કરવાની તક નથી મળતી એટલા માટે હું કરી શકતો નથી એવું લાગ્યા કરતું. આપણે વિચારીએ છીએ પણ કેમ કામ થતું નથી એવો અફસોસ કોઈ મોટો નથી. પાર્ટીના સંગઠનમાં અત્યારે જે કામ કરીએ છીએ અને જે સંતોષ મળે છે, એ બાબતમાં ખુશ છીએ.

મેડિકલ, પોલિટિક્સ, સ્પિનિંગ, જીનિંગ સાથે ફાર્માસ્યુટિકલમાં પણ મને રસ છે

મેં અને પાંચ-છ લોકોએ ભેગા મળી ટેક્સટાઈલ પોલિસી બનાવી, એ ટેક્સટાઈલ પોલિસીનો અભ્યાસ કરી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2012માં ગુજરાતને ટેક્સટાઈલ પોલિસીની ભેટ આપી

તેમનો ખર્ચ અને સમય બચે. વર્ષ 2014 એક નેશનલ આયુર્વેદ સમિટ કરી જેમાં નરેન્દ્રભાઈ મોદી, બાબા રામદેવજી મહારાજ અને દેશભરના 14000 જેટલા ડોક્ટરો હાજર રહ્યા હતા. ત્યારપછી વર્ષ 2017માં વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં બીજીવાર ગુજરાત આયુર્વેદ સમિટ કરી હતી. આમ, આયુર્વેદના ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે. 2012માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકારે કોટનની નિકાસબંધી કરી, જેથી કોંગ્રેસ સરકારના વિરોધમાં એ સમયે મોદી સાહેબે અને ફળદુ સાહેબે ખેડૂત હિતરક્ષક યાત્રા કાઢી હતી. કોંગ્રેસની સરકારે સાઉથની ટેક્સટાઇલ લોબીના દબાણમાં આવીને ફાયનાન્સીયલ સેટિંગથી કપાસની નિકાસબંધી કરી ત્યારે કપાસનો ભાવ 1300 રૂપિયા હતો, તેમાંથી 800 રૂપિયા થઈ ગયો. ખેડૂતને ખૂબ મોટું નુકશાન થયું. એ વખતે કપાસનું વેલ્યુએડિશન ગુજરાતમાં થાય તો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય અને તેના સારા એવા ભાવ મળે એવો વિચાર મૂક્યો. હું, નીતિનભાઈ પટેલ, સૌરભભાઈ પટેલ વગેરે પાંચ-છ લોકોએ ભેગા મળી ટેક્સટાઈલ પોલિસી બનાવી. એ ટેક્સટાઈલ પોલિસીનો અભ્યાસ કરી નરેન્દ્ર મોદીએ વર્ષ 2012માં ગુજરાતને ટેક્સટાઈલ પોલિસી આપી. જેમાં સૌ પ્રથમ સ્પિનિંગ મિલ મારી પોતાની હતી. આ પોલિસી હેઠળ આખા ગુજરાતમાં પ્રથમ વર્ષે જ 50 જેટલી સ્પિનિંગ મીલ શરૂ થઈ. પછી હું સ્પિનિંગ ઈન્ડસ્ટ્રીઝમાં આવ્યો, આજે મારી પાસે 4 સ્પિનિંગ મિલ છે, ઓલ ગુજરાત સ્પિનિંગ એશોસિએશનો ચેરમેન છું. વર્ષ 2017માં પણ હું ચૂંટણી લડ્યો પરંતુ પાટીદાર અનામત આંદોલન અને બીજા સમીકરણોના કારણે થોડા મતથી ફરી ચૂંટણી હારી ગયો. 2018માં સરદાર સહભાગી જળસંચય યોજનાનો ચેરમેન બનયો. બે-અઢી બર્ષ વર્ષ સુધી ચેરમેન તરીકે કામ કર્યુ. 2020માં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તરીકે પાટીલ સાહેબની ટીમમાં જવાબદારી મળી.

લાગણીશીલ સ્વભાવ અને બીજા પર તરત વિશ્ર્વાસ મૂકી દેવાથી નુકસાન થયું છે
તમારી એવી કઈ બાબત છે, જે તમને જ ના ગમતી હોય? આ સવાલનો જવાબ આપતા ડો. ભરત બોઘરાએ કહ્યું હતું કે, ના, એવી કોઈ બાબત નથી, પણ આમ થોડો મારો લાગણીશીલ સ્વભાવ અને તરત હું બધા પર વિશ્વાસ મુકું એ એક મારો માઈનસ પોઈન્ટ છે, આવું બધા મિત્રો કહેતા હોય છે, અને પરિવારના સભ્યો પણ કહેતા હોય. કોઈ વ્યક્તિ સાથે મેચ થઈ જવાની અને ભરોસો મુકું, અને માણસો તેનો દુરપયોગ કરે છે. મારો સ્વભાવ તો હું બદલી શકતો નથી, ઘણીવાર મને નુકશાન પણ થાય છે. મને ઘણા કહે છે કે રાજકારણમાં આવો સ્વભાવ ના ચાલે, પણ મારો આવો સ્વભાવ છે. એના પ્લસ-માઈનસ બંને પોઈન્ટ છે.

વર્ષમાં એક પ્રવાસ પરિવાર સાથે કરવો જોઈએ
ડો. ભરત બોઘરાએ હરવાફરવા વિશે જણાવ્યું હતું કે, અમે વર્ષમાં એકાદ-બે વાર અચૂક ફરવા જઈએ છીએ. લંડન, સ્કોટલેન્ડ સહિત ઘણા દેશોમાં ફરી આવ્યા છીએ. ભારતમાં પણ ઘણા સ્થળોની મુલાકાત લીધી છે. ગત દિવાળીએ કાશ્મીર ગયા હતા. એ પહેલા સિક્કીમ પણ ગયા હતા. વર્ષમાં એકાદ વખત પરિવાર માટે પાંચ-સાત દિવસ સમય કાઢી પ્રવાસ કરવો જોઈએ.

માતા-પિતા ગામડે જ રહે છે, છતાં મારાથી દૂર નથી
પોતાના પરિવાર વિશે ડો. ભરત બોઘરાએ કહ્યું હતું કે, મારે બે પુત્ર છે. મોટો પુત્ર ધો. 11 સાયન્સમાં છે. નાનો પુત્ર ધો 6માં છે. મારા માતા-પિતાને શહેરમાં ફાવતું નથી એટલે તેઓ ગામડે રહે છે. બે ભાઈઓ છે, એમાંથી તેઓ મોટાભાઈ સાથે રહે છે. મારા વતન કમળાપુરમાં ત્યાં તેમના રહેવા માટેની બધી જ વ્યવસ્થા ઉભી કરી છે. પહેલેથી તેઓ ગામડે રહ્યા હોય એટલે તેમને શહેરમાં ફાવે નહીં, આથી તેઓ ગામડે રહે છે. હું અવારનવાર સમય કાઢી ચોક્કસ તેમને મળવા જાઉં છું. ફોન પર પણ તેમના ખબરઅંતર પૂછતો રહું છું. તેઓ જરા પણ મારાથી દૂર નથી.

મારું નાનપણનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે, આરોગ્ય ક્ષેત્રે સફળતા મળી રહી છે

એક પદ એક હોદ્દો હોવો જોઈએ એટલે બાકી તમામ પદ પરથી રાજીનામું આપી હાલ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છું. મેડિકલ, પોલિટિક્સ, સ્પિનિંગ, જીનિંગ સાથે ફાર્માસ્યુટિકલમાં પણ મને રસ ખરો એટલે સાથે ભણતા મિત્રો સાથે બાવળામાં એક ફાર્માસ્યુટિકલ કંપની પણ ડેવલોપ કરી છે. જે આ મહિને જ શરૂ થશે, આશરે 80 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. મારું નાનપણનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે, આરોગ્ય ક્ષેત્રે સફળતા મળી રહી છે. આજે મારા પિતાના નામનું કોઈ પાન કાર્ડ પણ નથી, મેં જીવનમાં જે કઈ કર્યું તે જાતમહેનતથી કર્યું છે. છેલ્લા પાંચ વર્ષ થયા આટકોટમાં એક હોસ્પિટલ બનાવતા હતા જેનું થોડા દિવસો પહેલા મોદીસાહેબના હસ્તે લોકાર્પણ થયું છે.

આજે સૌરાષ્ટ્રના રાજકરણનું કેન્દ્રબિંદુ ડો. ભરત બોઘરા બની ગયા છે, કઈપણ રજૂઆતો કે અટકતું કામ હોય તો બોઘરા સાહેબને મળો એટલે કામ થઈ જાય. આવી ચર્ચાઓ અંગે ડો. ભરત બોઘરાએ કહ્યું હતું કે, હું જ્યારે જસદણ કામ કરતો હતો, ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યો, બે વખત ચૂંટણી હાર્યો, ત્યાં સુધી મારૂ કાર્યક્ષેત્ર જસદણ હતું. અને એમાં પણ આજ સુધીમાં ચૂંટણી હારું કે જીતું, કોઈપણનું કામ હોય એટલે તેમને જરૂરી મદદ કરું એ મારો સ્વભાવ છે, હું ક્યારેય એવું પણ ના વિચારૂ કે, આ મને કામ આવશે કે નહીં. 2012માં જ્યારે હું ચૂંટણી હારી ગયો ત્યારે જે લોકોએ જીપીપીમાં કામ કર્યુ હતું એવા લોકો અઠવાડિયા પછી આવ્યા અને તેમને અફસોસ થતો હતો અમે ખોટું કામ કર્યુ. કોઈ વાંધો નહીં, આવતી વખતે સરખું કામ કરજો, એમ કહીને પણ તેમની મદદ કરતો, આ મારો નેચર છે. હવે અત્યારે મારી પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી છે. તો સ્વાભાવિક છે કે અત્યારે હું રાજકોટમાં રહું છું. સૌરાષ્ટ્રના સંગઠનને લગતા નાના-મોટા પ્રશ્ર્નો હોય તો સંગઠનની ટીમમાં પાટીલસાહેબની ટીમમાં ઉપાધ્યક્ષ તરીકે મારી પાસે આવતા હોય તો દરેકના સવાલો કે સમસ્યાનું સારી રીતે સોલ્યુશન થાય એ પ્રયત્ન મારા હોય. સાથે જ સરકારમાં પણ કોઈ નાના-મોટા પ્રશ્નો હોય, સંગઠનના કાર્યકર્તાઓનું, સંગઠનની જવાબદારી છે કે અધ્યક્ષ કે મુખ્યમંત્રીની પાસે જઈને યોગ્ય વાત રજૂ કરવી જોઈએ. બીજું હું સૌરાષ્ટ્રનો છું. તો સૌરાષ્ટ્રની કોઈ બાબત છે એ સરકારના બધા લાભો કેમ મળે સૌરાષ્ટ્રને એ પ્રયત્ન મારો હોય. એ પ્રયત્ન છેલ્લા દોઢ વર્ષથી કરૂ છું. તે મારી ફરજ અને જવાબદારી બંને છે કે, આપણા કાર્યકર્તાઓ સૌરાષ્ટ્રના છે, અને વધારેમાં વધારે સંગઠન અને સરકારને લાભ તેમને મળે. તો એના સવાલો કે સમસ્યાનું સોલ્યુશન થાય તો આનંદ મને જ થાય. એટલે એ પ્રમાણે કામ કરૂ છું. કોઈપણ વિસ્તાર હોય. વડોદરા હોય કે અમદાવાદના, રાજકોટના કે સુરતના હોય અમારા પારિવારિક મિત્રો હોય કે સમાજના આગેવાનો હોય એમના પ્રશ્ર્નોની વાત આવતી હોય, તો મારો સ્વભાવ છે કે, હું દર અઠવાડિયે બે વખત ગાંધીનગર બધા સરકારી અધિકારીઓની વિભાગના મંત્રીઓ સાથે બેઠક કરીને રજૂઆતો કરી, એમના પ્રશ્ર્નો ઉકેલવાની કોશિશ કરતો હોઉં છું, જાહેર જીવનમાં છું તો સ્વાભાવિક છે કે, હંમેશા કામ કરતું રહેવું પડે. એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમને શીખવાડ્યું છે. એ મુજબ અમે કામ કરીએ છીએ.

પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે દરેકના સવાલો અને સમસ્યાનું સોલ્યુશન કરવું એ મારી જવાબદારી અને ફરજ છે

વાંચન, સાહિત્ય અને સંગીત મારો શોખ છે
વાંચન સહિતની પ્રવૃત્તિ કરો છો? આ સવાલનો ડો. ભરત બોઘરાએ એવો જવાબ આપ્યો હતો કે, મને અલગ-અલગ વિષય પરના લેખ વાચવાનું ગમે છે પણ હમણાં છેલ્લા બે વર્ષથી વાંચન છૂટી ગયું છે. વાંચન માટે સમય નથી રહેતો પણ હું જ્યારે ફ્રી હોઉં ત્યારે અચૂક કઈકને કઈક વાંચી લેતો હોઉં છું. મને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડનું ખાસ કરીને સાહિત્ય અને એમા પણ લોકસાહિત્ય ગમે છે. ડાયરો સાંભળવો બહુ ગમે. સાહિત્યની વાતો સાંભળવી પણ બહુ ગમે છે. વાંચન અને સાહિત્ય સાથે સંગીત મારો શોખ છે.

 

 

 

 

You Might Also Like

હેલી ગુબ્બી જ્વાળામુખી: 12,000 વર્ષ પછીનો વિસ્ફોટ અને રિફ્ટ વેલીમાંથી આવેલી ચેતવણી!

ભારતીય સંસ્કૃતિને અને યુવાઓને માનસિક સ્વાસ્થ્યને નષ્ટ કરતું હુક અપ કલ્ચર!

ફેમિલી પ્રેફરન્સ વિઝા પિટિશનમાં મહત્ત્વનો નિયમ

સ્પષ્ટ વક્તા: પ્રિય કે અપ્રિય

AI અને માનવીય ભાવનાઓ: હમે ઉનસે વફા કી હૈ ઉમ્મીદ, વો જાનતે નહિ વફા ક્યા હૈ!

TAGGED: BHARATBOGHARA, BJP, Gujarat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article RK પ્રાઈમ-2નાં બિલ્ડરોએ OTSના સ્થાને 65 ફૂટની ઑફિસો બનાવી વેંચી મારી..!
Next Article એક જ દિવસમાં 70 ઇંચ વરસાદે શાપુરમાં સજર્યો તો જળપ્રલય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજુલામાં 26 નવેમ્બર સંવિધાન દિવસની ઉજવણી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટમાં એઇડ્સ જનજાગૃતિ માટે 4 માસનું મેગા આયોજન
વોકહાર્ટમાં 75 વર્ષીય મહિલાની હૃદયના વાલ્વની જટિલ સમસ્યાનું નોન-સર્જિકલ TAVI પ્રોસિજરથી સફળ નિદાન
રાજકોટમાં સહકાર ભારતી દ્વારા ઝોનવાઇઝ સંમેલન: સહકારિતા દ્વારા દેશને વૈભવશાળી બનાવવાનું આહ્વાન
RTOમાં CNG કીટ નોંધણી ન હોવાના બહાને ક્લેઇમ નામંજૂર કરનાર રીલાયન્સ ઈન્સ્યોરન્સ કંપનીને ગ્રાહક આયોગનો ફટકો
રાજકોટ: સરગમ ક્લબ દ્વારા 3 દિવસીય વિનામૂલ્યે જયપુર ફૂટ કેમ્પનું આયોજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

હેલી ગુબ્બી જ્વાળામુખી: 12,000 વર્ષ પછીનો વિસ્ફોટ અને રિફ્ટ વેલીમાંથી આવેલી ચેતવણી!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ભારતીય સંસ્કૃતિને અને યુવાઓને માનસિક સ્વાસ્થ્યને નષ્ટ કરતું હુક અપ કલ્ચર!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

ફેમિલી પ્રેફરન્સ વિઝા પિટિશનમાં મહત્ત્વનો નિયમ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?