કોઈપણ દેશની આર્થિક સ્થિતિનું મુખ્ય સૂચક તેનું ચલણ છે. વૈશ્વિક સ્થિતિને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી યુએસ ડૉલરની મજબૂતાઈ વધી રહી છે અને તેની સામે ભારતીય ચલણ રૂપિયો ગગડી રહ્યો છે. સોમવારે સવારે શરૂઆતના કારોબારમાં ડોલર સામે રૂપિયો 78ના સૌથી નીચા સ્તરે ગયો હતો.
- Advertisement -
સોમવારે, રૂપિયો પ્રતિ ડૉલર 78.14 પર ખૂલ્યો હતો, જે તેના શુક્રવારના બંધ કરતાં 0.38 ટકા નબળો છે. એક અહેવાલ મુજબ, IFA ગ્લોબલે રવિવારે એક નોંધમાં જણાવ્યું હતું કે, “નબળું સ્થાનિક બજાર, ક્રૂડ ઓઇલની વધતી કિંમતો, ડોલરની મજબૂતી અને વિદેશી મૂડીનો પ્રવાહ, સ્થાનિક ચલણ આગામી સપ્તાહે દબાણ હેઠળ રહેશે.”
શુક્રવારે, ભારતીય ચલણ યુએસ ડૉલર સામે 1 પૈસાના ઘટાડા સાથે 77.85 (કામચલાઉ) ના નવા સર્વકાલીન નીચા સ્તરે બંધ થયો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન, સ્થાનિક ચલણ 77.93 ના નીચલા સ્તરને ટચ કરી રહ્યું હતું. સપ્તાહ દરમિયાન ગ્રીનબેક સામે રૂપિયો 21 પૈસા તૂટ્યો છે. જોકે, ડૉલર ઇન્ડેક્સ 0.20 ટકા વધીને 103.43 પર પહોંચ્યો હતો.