જૂનાં દેવળીયા ગામે ઘરધણીને ઉંઘતા રાખી તસ્કરો બાઈક, રોકડ અને ચાંદીના સિક્કા ચોરીને ફરાર
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ પંથકમાં તસ્કરોની આખી જમાત જાણે કે ઉતરી આવી હોય તેમ એક બાદ એક ચોરીના બનાવોથી પંથકમાં ભયનો માહોલ જોવા મળે છે અને સતત ચોરીના બનાવ બાદ તસ્કરોનો વિરામ રહ્યો હોય તેમ ત્રણેક દિવસના વિરામ બાદ તસ્કરો ફરી સક્રીય બન્યા છે. હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ગત ગુરુવારની રાત્રે હાઈસ્કૂલની બાજુમાં રહેતા ઘનશ્યામભાઈ ત્રિભુવનભાઈ પટેલના રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જેમાં ગરમીના માહોલમાં છત ઉપર સૂતેલા ઘનશ્યામભાઈને ઉંઘતા રાખી તસ્કરો એક બાઈક, ચાર – પાંચ હજાર રોકડા અને માતાજીના સ્થાનકમાં રાખેલા ચાંદીના ત્રણ સિક્કા ચોરી ગયાં હતાં. આ ઉપરાંત તસ્કરોએ ઘનશ્યામભાઈના પાડોશમાં આવેલ બે’ક મકાનમાં ખાખાખોરા કર્યા હતા પરંતુ કંઈ હાથ ન લાગતાં અંતે તસ્કરો નાસી છૂટયા હતા.