કુદરતનો ડર રાખી દરેક વ્યવસાય કર્યો: નિલેશ ધુલેશિયા
સફળતાનો મંત્ર 99 ટકા મહેનત પર અને 1 ટકો નસીબ ઉપર ભરોસો રાખ્યો
- Advertisement -
જૂનાગઢમાં રાજકારણ હોય, બાંધકામ ક્ષેત્ર હોય કે પછી શૈક્ષણિક ક્ષેત્ર હોય દરેક વ્યવસાયમાં જેમણે સફળતાનાં શિખર સર કર્યા છે તેવા નિલેશભાઇ ધુલેશિયાનો સફળતાનો મંત્ર મહેનત છે. સફળતા પાછળ 99 ટકા મહેનત પર અને 1 ટકો નસીબ ઉપર ભરોસો રાખે છે. જૂનાગઢમાં જેમણે કેજીથી લઇ યુનિવર્સિટી સુધીની સફર ખેડી છે અને બાંધકામ ક્ષેત્રે આજ સુધી નિફષ્ળતા મળી નથી. તેમણે દરેક વ્યવસાય કુદરતનો ડર રાખી કર્યો છે અને સફળતા જ જેનો જીવન મંત્ર છે એવા નિલેશભાઇ ધુલેશિયાની ખાસ ખબર સાથે વિશેષ મુલાકાત.
જૂનાગઢમાં kgથી યુનિવર્સિટીનું શૈક્ષણિક સામ્રાજ્ય ઊભું કર્યું: 10 હજાર છાત્રોને શિક્ષણ
જૂનાગઢમાં રાજકીય, સામાજીક, શૈક્ષણિક કે ધંધાકીય તમામ ક્ષેત્રે કઠોર પરિશ્રમ અને સંઘર્ષથી સફળતા મેળવી છે અને જૂનાગઢને બાંધકામ ક્ષેત્રે નવી ઉંચાઇ સુધી પહોચાડવામાં જેનો સિંહફાળો છે તેવા નિલેશભાઇ ધુલેશિયાનો જન્મ 30 માર્ચ 1967માં ગોવિંદભાઇ અને વિજયાબેન ધુલેશિયાનાં ઘરે થયો હતો. પિતા ખેતીવાડી સાથે વકિલાત પણ કરતા હતાં. નિલેશભાઇએ સીવીલ એન્જીનિયરીંગ સુધી અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ કરી અમદાવાદમાં 3 વર્ષ ખાનગી સંસ્થામાં નોકરી કરી. બાદ 3 વર્ષ નર્મદા ડેમ તથા કેનાલની સાઇટ ઉપર કેન્દ્ર સરકારમાં ફરજ બજાવી. છ વર્ષની નોકરીને નિલેશભાઇ ધુલેશિયાએ એક અભ્યાસનો જ ભાગ ગણ્યો હતો. નોકરી દરમિયાન ગુજરાતમાંથી સીધા જ નેપાળ બદલી કરવામાં આવી. આ બદલી બાદ તેમનાં કારકિર્દીનો વળાંક આવ્યો. નેપાળ જવાને બદલે તેમણે નોકરી છોડી દીધી. 1992માં જૂનાગઢમાં નોબલ બિલ્ડર્સનાં નામે બાંધકામ ક્ષેત્રમાં ઝંપલાવ્યું. ત્યારે બાદ આજ સુધી પાછુ વળીને જોયું નથી. જૂનાગઢમાં કોઇ પણ જગ્યાએ બાંધકામની સાઇટ શરૂ કરી હોય અને તેમને નિષ્ફળતા મળી હોય તેવું બન્યું નથી.સફળતા પાછળ નસીબ કે મહેનત પર ભરોસો કરો ? તેના જવાબમાં નિલેશભાઇ ધુલેશિયાએ કહ્યું હતું કે, 99 ટકા મહેનત પર અને 1 ટકો નસીબ ઉપર ભરોસો રાખું છું. તેમજ દરેક વ્યવસાયમાં કુદરતનો ડર રાખી કામ કર્યુ છે. લોકો પોતાની તમામ મુળી લઇને આવતા હોય છે. સ્વપ્નનું ઘર બનાવવા માટે આવતા હોય છે. ત્યારે તેમની સાથે છેતરપીંડી કરવી કુદરત પણ માફ ન કરે.
- Advertisement -
જૂનાગઢમાં અમારી બિલ્ડીંગમાં ભૂકંપમાં પણ તિરાડ પડી નથી. બાંધકામમાં આજ સુધી બાંધછોડ કરી નથી. જૂનાગઢ,રાજકોટ, વડોદરમાં 5 હજારથી વધુ મકાનો અને સ્કીમો પૂર્ણ કરી છે. બાંધકામ ક્ષેત્ર સફળતાની સાથે શૈક્ષણિક ક્ષેત્ર સૌપ્રથમ એકલવ્ય પબ્લિક સ્કુલની શરૂઆત કરી. આજે 7 લાખ ચો.ફૂટમાં શૈક્ષણિક બાંધકામ છે. કેજી થી લઇ પીજી સુધીનું અને તમામ કોર્ષનું શિક્ષણ નોબલ શૈક્ષણિક સંસ્થામાં મળી રહ્યું છે. એટલું જ નહી 1 જૂન 2022નાં નોબલ યુનિવર્સિટીને પણ મંજુરી મળી ગઇ છે. જૂનાગઢમાં કેજીથી લઇ યુનિવર્સિટી સુધી શૈક્ષણિક સંસ્થા ચાલવી રહ્યાં છે. નિલેશભાઇ ધુલેશિયાએ કહ્યું છે કે, શૈક્ષણિક સંસ્થાને મંદિર માન્યું છે. સંસ્થામાંથી કમાવાની ભાવના રાખી નથી.આજે નોબલ સંસ્થામાં 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ જુદુ જુદુ શિક્ષણ મેળવી રહ્યાં છે. સિધ્ધાંતોની બહાર જઇને કામ કર્યું નથી. આત્માને છેતરીને ચાલવાનું પસંદ કર્યું નથી. નિલેશભાઇ 2007માં ભાજપ સાથે જોડાયા. મહાનગર પાલીકાની ચૂંટણી લડ્યાં. દંડક અને સ્થાયી સમિતીનાં ચેરમેન બન્યાં. જૂનાગઢનાં વિકાસમાં અમુલ્ય યોગદાન આપ્યું.કોઇ દિવસ પગાર લીધો નથી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતીમાં પણ જવાબદારી નિભાવી હતી. સામાજીક ક્ષેત્રે આગળ રહ્યાં. શ્રી ઉમીયા માતાજી મંદિર ગાંઠીલાનાં નિર્માણમાં જવાબદારી સ્વિકારી. તેમજ સમાજમાં સામાજીક એકતા, જાગૃતતા અને સમાજનાં વિકાસમાં ફાળો આપ્યો.
આદર્શ અને જીવનનાં સિદ્ધાંતોને કોઇ દિવસ ન ભૂલ્યા
નિલેશભાઇ ધુલેશિયા માતા -પિતા પાસેથી આદર્શ જીવનનાં મુલ્યો શિખ્યા. પ્રમાણિકતા,કર્મમાં વિશ્ર્વાસ માતા-પિતા પાસેથી શિખ્યા. પ્રવિણભાઇને પોતાનાં ગુરુ માન્યા અને તેમની પાસેથી આધ્યાત્મિકતા,ભકિત અને સંસ્કારિતાનાં પાઠ શિખ્યા. મામા ચંદુભાઇ ફળદુ પાસેથી જીવન ઘડતર અને લોકોને ઓળખવાની કળાનાં પાઠ શિખ્યા હતાં. શૈક્ષણિક ક્ષેત્રે ગીરીશભાઇ કોટેચા અને ચેતનભાઇ શાહનો સહકાર મળ્યો છે. જીવનનાં સિધ્ધાંતોમાં સત્યમાં જીવવું. બોલવુ અને વર્તવુ, સાચી વાત વટથી કરવી, બોલેલું પાળવું, ટીકાથી ડરવું નહી, આત્મવિશ્ર્વાસ અને આત્મબળ મકકમ રાખવું, ઇશ્ર્વરમાં શ્રદ્ધા રાખવી.
રહેવા માટે જૂનાગઢ મનપસંદ સ્થળ, ફરવાનાં શોખીન, ભવિષ્યની ઇચ્છા
નિલેશભાઇને હરવા ફરવા માટે કાશ્મીર વધુ પસંદ છે. ધાર્મિક જગ્યામાં પાવાગઢને પસંદ કરે છે. તેમજ રહેવા માટે જૂનાગઢ મનપસંદ શહેર છે. તેમજ વિદેશમાં ફરવાનું પણ પસંદ કરે છે. તેમના ઘરે પુત્ર અને પુત્રીનો જન્મ થયો તેને જીવનની યાદગાર ક્ષણ માને છે. બાળપણનાં સંભારણાં યાદ કરતા કહ્યું હતું કે, ધોરણ 5માં પાંચ મિત્રોએ મળી પંચરત્ન ડેવલોપર્સ નાં નામે પેઢી બનાવી સૌપ્રથમ પ્રોજેક્ટ કર્યો. જેમાં માત્ર લાગણી અને પ્રેમ હતો. તેમજ લાયન્સ કલબમાં સામાન્ય સભ્યથી લઇને ડીસ્ટ્રીકટ ચેરમેન સુધીની જવાબદારી દરમિયાન સેવાકિય પ્રવૃતિઓમાં અનેક એવોર્ડ મળ્યાં છે. સામાજીક કાર્યમાં પણ અનેક સન્માન થયા છે. યુનિવર્સિટીનું સ્વપ્ન સાકાર થયું છે. હવે જૂનાગઢ મેડીકલ કોલેજ અને ભવ્ય હોસ્પિટલની સ્થાપના કરવાની ઇચ્છા છે. એ જીવનનું સ્વપ્ન છે.