અક્ષય કુમાર સ્ટાર ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ આ ફ્રાઈડે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મથી મિસ વર્લ્ડ રહી ચુકેલી માનુષી છિલ્લર બોલિવુડ ડેબ્યૂ કરી રહી છે. ઐતિહાસિક સ્ટોરીને વર્ણવતી ફિલ્મને લઈને પહેલાથી જ ખૂબ બઝ બનેલો છે. ત્યાં જ હવે ગૃહમંત્રી અમિત શાહે પણ ફિલ્મના વખાણ કરી તેમની સ્ટારકાસ્ટનો ઉત્સાહ વધાર્યો છે.
- Advertisement -
13 વર્ષ બાદ પત્ની સાથે શાહે જોઈ ફિલ્મ
ગૃહમંત્રી અમિત શાહ માટે આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવી હતી. અમિત શાહ તેનના પત્ની સોનલ સાથે 13 વર્ષ બાદ કોઈ ફિલ્મ જોવા ગયા હતા. ફિલ્મ પુરી થયા બાદ જ્યારે અમિત શાહ બહાર જવા લાગ્યા ત્યારે તેમના પત્ની સોનલ ત્યાં જ ઉભા રહ્યા હતા. શાહે ફિલ્મના ડાયલોગના અંદાજમાં પત્નીનને ઘરે જવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું- ‘ચલિયે હુકુમ.’
#WATCH This film depicts Indian culture of respecting women & empowering women. A cultural awakening started in India in 2014, and it will again take India to the heights it was once at : Union Home Minister Amit Shah at a special screening of the film Samrat Prithviraj in Delhi pic.twitter.com/TmKZZDHYoa
— ANI (@ANI) June 1, 2022
- Advertisement -
ગૃહમંત્રીને ખૂબ પસંદ આવી ફિલ્મ
1 જૂન એટલે કે બુધવારે દિલ્હીના ચાણક્ય થિયેટરમાં હોમ મિનિસ્ટર અમિત શાહ માટે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. ફિલ્મ જોયા બાદ ગૃહ મંત્રી અમિત શાહે ફિલ્મના વખાણ કર્યા હતા. ફિલ્મ પર વાત કતા ગૃહમંત્રી કહે છે કે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ન ફક્ત એક અદ્રિતીય યોદ્ધાની કહાની છે. જેણે આપણી માતૃભૂમિ માટે બહાદૂરીથી લડાઈ લડી, પરંતુ આપણી સંસ્કૃતિની મહાનતાને પણ દર્શાવે છે.
અક્ષય કુમારે કર્યું ટ્વીટ
અમીત શાહે વખાણ કર્યા બાદ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના લીડ એક્ટર અક્ષય કુમારે એક થેન્ક્યૂ ટ્વીટ પણ કરી છે. અક્ષય લખે છે માટા માટે ઈમોશનલ અને ગર્વથી ભરેલી શાંજ હતી. ગૃહમંત્રી અમિત શાહે અમારી ફિલ્મ જોઈ. તેમણે અમારી ફિલ્મની પ્રસંશા કરી અમારી મહેનત સફળ કરી દીધી. તેની આગળ તેમણે ગૃહમંત્રીને ધન્યવાદ કર્યો.
A very emotional and proud evening for me. Had the rare honour of having Hon’ble Home Minister @AmitShah ji watch #SamratPrithviraj. उनकी हमारी फ़िल्म के लिए प्रशंसा ने हमारी मेहनत सफल कर दी! Ever so thankful 🙏🏻 pic.twitter.com/mMChTSucS7
— Akshay Kumar (@akshaykumar) June 1, 2022