ખેલ મહાકુંભની વિવિધ રાજ્યકક્ષાની સ્પર્ધામાં મોરબી જિલ્લાના ખેલાડીઓએ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
મોરબીના સ્પર્ધકોએ ચેસ, ટેકવેન્ડો, ખો-ખો, કબડ્ડી જેવી રમતોમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ ત્રણ સ્થાનમાં રહી મેડલ પ્રાપ્ત કરેલ છે. મોરબીના સ્પર્ધકો પૈકી દીપ પરમારે ચેસમાં દ્વિતિય સ્થાન, ટેકવેન્ડોમાં અંડર 14 (બહેનો)ના ગ્રુપમાં નાલંદા સ્કુલના આરાધ્યા પંડ્યાએતૃતિય સ્થાન, અંડર 17 (બહેનો) ના ગ્રુપમાં ડીજેપી સ્કુલના સલોની પારઘીએ દ્વિતિય સ્થાન તેમજ નવજીવન સ્કુલના લીના ભરાડિયાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. અંડર 17 (ભાઇઓ) ના ગૃપમાં નવજીવન સ્કુલના શુભમ જતાપરાએ દ્વિતિય સ્થાન તેમજ તક્ષશીલા-હળવદના સાગર કડેચાએ રાજ્યકક્ષાએ દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી શાળા તેમજ સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યુ છે જયારે ખોખો સ્પર્ધામાં નવજીવન વિદ્યાલયઅંડર 17(બહેનો)એ તૃતીય તેમજ કબડ્ડીમાં નવજીવન વિદ્યાલય અંડર17 (બહેનો) એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.