સુપ્રીમ કોર્ટનું મહત્વનું ફરમાન
વેશ્યાલય ગેરકાયદે છે પરંતુ પોતાની ઇચ્છાથી સેકસ વર્ક કરતી યુવતી પર કોઇ કાર્યવાહી ન થાય
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનું ફરમાન આપવામાં આવ્યું છે જેમાં અદાલતે એમ જણાવ્યું છે કે સેક્સ વર્ક એક વ્યવસાય છે અને પોતાની મરજીથી સેક્સ વર્કર તરીકે કામ કરતી વયસ્ક યુવતીની સામે કોઈ કાયદાકીય એક્શન લઈ શકાય નહીં.
ન્યાયમૂર્તિ નાગેશ્વર રાવ ની વડપણ હેઠળની બેન્ચ દ્વારા આ પ્રકારના એક્ કેસ સંબંધે સુનાવણી કરવામાં આવી હતી અને ઉપરોક્ત ફરમાન જારી કરવામાં આવ્યું હતું. અદાલતે એમ પણ કહ્યું છે કે પોતાની મરજીથી સેક્સ વર્કર તરીકે કામ કરતી વયસ્ક યુવતી એક વ્યવસાયિક છે અને તેને પણ પોતાની પ્રતિષ્ઠા મેળવવાનો હક છે તેમજ કાયદા હેઠળ તેને સમાન રક્ષણ મેળવવાનો અધિકાર છે.
અદાલતે એમ પણ ઠરાવ્યું છે કે દેશની દરેક વ્યક્તિને બંધારણની કલમ 21 હેઠળ પ્રતિષ્ઠિત જીવન જીવવાનો સમાન અધિકાર છે અને તેને કાયદાકીય રક્ષણ પણ મળવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં એમ ઠરાવ્યું છે કે જ્યારે પોતાની મરજીથી કોઈ મહિલા સેક્સ વર્કર તરીકે કાર્ય કરતું હોય ત્યારે પોલીસે તેમાં કોઇ પ્રકારની દખલગીરી કે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ નહીં તેની સામે પોલીસ કોઈ ક્રિમિનલ એક્શન લઈ શકે નહીં અને પોતાની મરજીથી આ કામ કરતી યુવતીની પોલીસ ધરપકડ પણ કરી શકે નહીં. સાથોસાથ કોઈપણ સેક્સ વર્કર ના બાળક ને તેનાથી અલગ કરી શકાય નહીં સેક્સ વર્કર અને તેના બાળકોને પણ પ્રતિષ્ઠિત જીવન વિતાવવાનું અધિકાર છે અને તેના અધિકારથી વંચિત રાખી શકાય નહીં. વયસ્ક યુવતીની સેક્સ વર્કર હોવાને કારણે પોલીસ ધરપકડ કરી શકે નહિ અને તેની સામે કોઈ કાયદાકીય એક્શન પણ લઈ શકાય નહીં.