જઘૠએ રૂપિયા 1.28 લાખનો મુદામાલ કબજે કર્યો
જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર રીતે બાયો ડિઝલનું વેંચાણ થતું હોય આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સૂચના આપી હતી. બાદ એસઓજી પીઆઇ એ.એમ. ગોહિલ, પીએસઆઇ જે.એમ. વાળા અને સ્ટાફે તપાસના હાથ ધરી હતી. દરમિયાન માંગરોળ વેરાવળ બાયપાસ પર આવેલ શિવ મરીન સર્વિસ સ્ટેશનમાં બાયોડિઝલનું વેંચાણ થતું હોવાની બાતમી મળી હતી.બાદમાં માંગરોળ ડિવાયએસપી ડી.વી. કોડિયાતર, પુરવઠા શાખાના અધિકારીને સાથે રાખી જૂનાગઢ એસઓજી ટીમે દરોડો પાડ્યો હતો.
- Advertisement -
દરોડા દરમિયાન બાયોડિઝલ,ફ્યુઅલ પમ્પ, લોખંડની ટાંકી સહિતનો 1,28,632નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે પમ્પના માલિક જૂનાગઢ તાલુકના ખડીયા ગામના હસમુખભાઇ અભુભાઇ ઓડેદરા હોવાનું સામે આવતા માંગરોળ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.