જૂનાગઢમાં શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા સન્માન કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આજરોજ આપણા મુખ્ય જેટલા પ્રશ્નો વર્ષોથી ચાલતા હતા.જે એક સાથે બધા જ પ્રશ્નોનો ગઈકાલે સરકાર દ્વારા સુખદ ઉકેલ લાવવામાં આવ્યો છે.સંકલન સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે સૌએ એકઠા થઈ હતા અને શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યા ઉપસ્થિતમાં શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્માનો આભાર માન્યો હતો. આ તકે માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ નિલેષભાઈ સોનારા, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ વેજાભાઈ પીઠીયા, માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી અશ્વિનભાઈ ચાવડા, પ્રમુખ ગોપાલભાઈ પટાટ સહિતનાં હાજર રહ્યાં હતાં.