નેશનલ ફેમિલી હેલ્થ સરવેના આંકડા જાહેર કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં 61% પાસે ટુ વ્હિલર અને અંદાજે 11% પાસે કાર હોવાનું સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યો કરતાં પણ ગુજરાતમાં કારનું પ્રમાણ વધારે છે.નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2019-21 પ્રમાણે જમ્મુ કાશ્મિરમાં સૌથી વધુ 23.7%, હિમાચલ પ્રદેશમાં 22.10%, પંજાબમાં 21.90%, નાગાલેન્ડમાં 21.30% સાથે સૌથી વધુ લોકો કારના માલિક છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં 8.7%, રાજસ્થાનમાં 8.2%, ઉત્તર પ્રદેશમાં 5.5%,મધ્ય પ્રદેશમાં 5.3% પાસે કાર છે. બીજી તરફ પંજાબમાંથી સૌથી વધુ 75.60%, રાજસ્થાનમાં 66.40%, તામિલનાડુમાં 63.90% ટુ વ્હિલર ધરાવે છે. આમ, સૌથી વધુ પાસે ટુ વ્હિલર હોય તેવા રાજ્યોમાં ગુજરાત પાંચમાં સ્થાને છે. ગુજરાતમાં 61.10% લોકો પાસે ટુ વ્હિલર છે. ગુજરાતમાં 12.70% ઘરોમાં વોશિંગ મશિન છે જ્યારે સમગ્ર દેશમાં આ પ્રમાણ 18% છે. સૌથી વધુ ઘરમાં વોશિંગ મશિન હોય તેવા રાજ્યોમાં પંજાબ 66.40% સાથે માખરે, દિલ્હી 65.30% સાથે બીજા, હરિયાણા 61.20% સાથે ત્રીજા સ્થાને છે.