રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારાને 24 કલાક વીતી ગયા છતાં એ જ અજંપો ને ઉચાટ!
બે જૂથ વચ્ચે પથ્થરમારાએ જોતજોતામાં નફરતની આગને ભડકાવી દીધી હતી
આણંદના ખંભાતમાં પથ્થરમારાનો મામલે પોલીસે અત્યાર સુધી 2 ગુના દાખલ કર્યા, રાયોટિંગ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો.
- પોલીસે 3 અલગ અલગ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હસનનગર, જૂના બજાર ન્યાય મંદિર, પોલો ગ્રાઉન્ડ સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ
હિંમતનગરમાં ગઈકાલની હિંસામાં સાબરકાંઠાના એસપી સહિત 10 પોલીસકર્મી ઘવાયા છે. બીજી તરફ, RAF ( રેપિડ એક્શન ફોર્સ)ની ટીમ હિંમતનગર પહોંચી ગઈ છે, જેણે પેટ્રોલિંગ શરુ કરી દીધું છે. હાલમાં શહેરના વિસ્તારોમાં 144ની કલમ લાગુ છે જ્યારે હસનનગર, જૂના બજાર ન્યાય મંદિર, પોલો ગ્રાઉન્ડ સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ ચાલુ જ છે. એ ઉપરાંત 39 લોકો સામે નામજોગ ફરિયાદ કરાઈ છે અને 700 લોકોનાં ટોળાં સામે સંપત્તિને નુકસાન પહોંચાડવાની ફરિયાદ દાખલ કરાઈ છે.
આણંદના ખંભાતમાં રામનવમીના દિવસે થયેલા પથ્થરમારા મામલે પોલીસ એક્શનમાં આવી છે. 3 મૌલવીઓની અટકાયત સહિત અન્ય 5 શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે ખંભાતમાં શોભાયાત્રા દરમિયાન અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. રેલી દરમિયાન પથ્થરમારો અને જૂથ અથડામણના બનાવો બન્યા હતા. લોહીલૂહાણની સ્થિતિ જોવા મળી હતી. સ્થિતિ એવી બદ્દતર બની હતી કે પોલીસે ટિયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. ખંભાતમાં થયેલા પથ્થરમારા મામલે પોલીસે અત્યાર સુધી 2 ગુના દાખલ કર્યા છે. રાયોટિંગ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ખંભાત પોલીસે 8 ઇસમોની ધરપકડ કરી છે. ખંભાત આખુ પોલીસ છાવણીમાં ફેરવાયુ છે. 100થી વધુ આરોપીઓની ઓળખ કરાઇ છે.
- Advertisement -
ગૃહ રાજ્યમંત્રીએ ઊચ્ચ અધિકારીઓએ બેઠક યોજી
ગાંધીનગર ખાતે મોડી રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ DGP આશિષ ભાટિયા, IBના ચોગ અનુપમ ગેહલોત, લો એન્ડ ઓર્ડર ચીફ સાથે સ્વર્ણિમ સંકુલ ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ પાસેથી આ બનાવ કઈ રીતે બન્યા,બંદોબસ્ત કઇ રીતનો હતો અને આગળ આ પ્રકારની ઘટના ન બને ઓ માટે કયા પ્રકારનું આયોજન છે એ અંગે ચર્ચા કરી હતી. DGP આશિષ ભાટિયાએ કહ્યું હતું કે હિંમતનગરમાં રાયોટિંગનો ગુનો દાખલ કરી અમુક લોકોને રાઉન્ડઅપ કર્યા છે.
શહેરમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો ચાલું છે: પોલીસ
હિંમતનગરના DCP વિશાલ વાઘેલાએ કહ્યું હતું કે ગઈકાલે રામનવમીની શોભાયાત્રામાં જે આગજની અને પથ્થરમારાના બનાવો બન્યાં હતાં. એ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ તોડફોડના બનાવો બન્યા હતા. આ ઘટનામાં અલગ અલગ એફઆઈઆર થયેલી છે. અમે હાલમાં શહેરમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો કરી રહ્યા છીએ.