સુભાષ ત્રિવેદી સામે ભાજપનાં નેતાઓને વાંધો હોય તો શમશેરસિંહ જેવાં કડક-નિષ્કલંક અધિકારીને મૂકવા જોઈએ.
ડો. શમશેરસિંહ કડક છબી ધરાવતા પોલીસ અધિકારી છે અને સરકારના ટ્રબલ શુટર તરીકે જાણીતા છે.
ડો. શમશેરસિંહ એસ.સી.આર.બી, એન્ટી કરપ્શન બ્યુરો, સુરત રેન્જ આઇજી અને બરોડા CP સહિતનાં મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર ફરજ બજાવી ચૂક્યા છે.
રાજકોટમાં ભૂમાફિયારૂપે, બૂકીરૂપે, ગૂંડારૂપે શિયાળવા અને ઝરખ જેવાં મવાલીઓનો ત્રાસ: તેને દૂર કરવા એક ‘સિંહ’ જરૂરી: ડર રહેના ચાહીયે!
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ખાસ-ખબર છેલ્લા કેટલાંક દિવસોથી રાજકોટમાં કડક પોલીસ કમિશનરની નિમણૂંક થાય માટે ઝૂંબેશ ચલાવી રહ્યું છે. રાજ્યમાં આઈપીએસ ઓફિસરોની બદલી ગમે તે ક્ષણે થઈ શકે છે અને રાજકોટને નવા પોલીસ કમિશનર મળી શકે છે ત્યારે ખાસ-ખબરે પાછલા બે અંકોમાં આઈપીએસ પોલીસ ઓફિસર સુભાષ ત્રિવેદી લાવો.. રાજકોટ બચાવોનાં અહેવાલ પણ પ્રસિદ્ધ કર્યા હતા જેને પ્રચંડ જનસમર્થન મળ્યું હતું. જોકે કેટલાંક કારણોસર હવે જો રાજ્યનું ગૃહવિભાગ રાજકોટ પોલીસ કમિશનર તરીકે સુભાષ ત્રિવેદીની નિમણૂંક ન કરી શકે તેમ હોય તો ડો. શમશેરસિંહની નિમણૂંક કરવી જોઈએ. આઈપીએસ પોલીસ અધિકારી ડો. શમશેરસિંહ પણ આઇપીએસ પોલીસ ઓફિસર સુભાષ ત્રિવેદી જેવા જ કડક અધિકારીની છાપ ધરાવે છે. રાજકોટમાં સુભાષ ત્રિવેદી નહી તો ડો. શમશેરસિંહ જેવા કડક અને શિસ્તબદ્ધ પોલીસ અધિકારીની ખાસ આવશ્યકતા છે.
સુરતની શાણી જનતા જાગી ગઈ છે, રાજકોટની જનતા ક્યારે જાગશે?
સુરતમાં સુભાષ ત્રિવેદી, શમશેરસિંહ, નિરલિપ્ત રાય, ગગનદીપ ગંભીર જેવા બાહોશ પોલીસ અધિકારીની સીપી તરીકે નિમણૂંક થાય તેવો જનતાનો સૂર છે. સુરતની જનતા જાગી ગઈ છે અને પોતાના શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુંદરથી સચોટ કરવા માટે એક પ્રામાણિક અને નિષ્ઠાવાન પોલીસ કમિશનરને ઝંખે છે, જે માટે સુરતની શાણી જનતાએ પોતપોતાની રીતે પ્રયત્નો પણ કરી છે. હવે સુરતની જેમ રાજકોટની પ્રજા પણ પોતાના શહેરમાં એક કડક પોલીસ અધિકારી તરીકેની માંગ ક્યારે બુલંદ કરશે એ જોવું રહ્યું.
- Advertisement -
161 કિ.મી.ના લાંબા અંતરની દોડમાં ભાગ લેનાર IPS અધિકારી શમશેર સિંહ
IPS અધિકારી ડો. શમશેરસિંહે 2018ના વર્ષમાં કચ્છના ખાદીર બેટ ખાતે 161 કિમીની લાંબી દોડ માત્ર 39 કલાકમાં પૂર્ણ કરી હતી. જ્યારે આ દોડ પૂર્ણ કરવા માટેનો સમય 45 કલાક અપાયો હતો. કહેવાય છે કે, આઈપીએસ અધિકારી ડો. શમશેરસિંહે દેશમાં લગભગ પહેલાં એવા આઈપીએસ ઓફિસર છે કે જેઓએ આટલા લાંબા અંતરની દોડમાં ભાગ લીધો હોય. ડો. શમશેરસિંહે જે-તે સમયે ત્રીજી વખત આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાને ‘રન ધ રણ’ કહેવાય છે. આ પહેલાં તેમણે 2016માં 101 અને 2017માં પોતાની દીકરી સાથે 55 કિ.મી.ની દોડની સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો.
કોણ છે IPS ડૉ. શમશેરસિંહ?
હરિયાણાના 56 વર્ષના ડો. શમશેરસિંહ ભારતીય ટેકનોલોજી સંસ્થા(IIT) દિલ્હીના વિદ્યાર્થી રહી ચૂક્યાં છે. તેઓએ ત્યાંથી ઙવમ કર્યું છે. તેઓ 1991ની બેંચના ગુજરાતના IPS અધિકારી છે. મહત્વનું છે કે, તેઓએ ગુજરાત પોલીસમાં તેમણે વિવિધ પોસ્ટ ઉપર અલગ-અલગ પ્રકારની ફરજો પણ બજાવી છે. ડો. શમશેરસિંહ પોલીસ બેડામાં કડક અધિકારી તરીકેની છાપ ધરાવે છે. ડો. શમશેરસિંહ કે જેઓને સોંપવામાં આવેલી જવાબદારી સ્વતંત્ર રીતે બજાવવાનો તેમનો સ્વભાવ છે. IPC અને CRPCની આડે જે કોઇ આવે તેમની સાથે લડી લેવાનો હંમેશા તેમનો મૂડ રહ્યો છે. તમને જણાવી દઇએ કે, IPS ડો. શમશેરસિંહની વારંવાર બદલી થવી એ સતત તેમનો ટ્રેક રેકોર્ડ છે. ડો. શમશેરસિંહ કે જેઓ ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોના IG તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. તેઓએ જ્યારે ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને ફરતે ACBનો પટ્ટો મજબૂત કર્યો એટલે સરકારે તેઓને સુરતમાં થયેલા લઠ્ઠાકાંડની ઘટનાને દુરસ્ત કરવા સુરત રેન્જમાં મૂકવામાં આવ્યાં. સુરત રેન્જમાં તેમણે બુટલેગર્સની દવા કરી. બાદમાં તેઓને ગુજરાત સીઆઇડી ક્રાઇમ (Gujarat CID Crime) માં ADGતરીકે મૂકવામાં આવ્યાં. થોડાં વર્ષ પહેલાં રાજ્યમાં જ્યારે 74 IPS અને SPS અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ આપવામાં આવ્યાં હતાં. એ દરમ્યાન તેમની બદલી CID ક્રાઈમના ADG માંથી ADGP ટેક્નિકલ સર્વિસિસ એન્ડ SCRB, ગાંધીનગર તરીકે કરવામાં આવી હતી.