માણાવદર તાલુકાના વડા ગામે ભાદર નદીના પાણીને કારણે ખેતરો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતૉ ના ખેતરોમાં મોટાપાયે ધોવાણ સાથે ખેત પેદાશો નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે અત્યારે ખેડૂતો મુશ્કેલી મા મુકાયા છે
વરસાદી પાણી લાંબો સમય સુધી ખેતરોમાં સતત પાણી ભરાયેલા રહેતા હોવાથી ખેતપેદાશો નિષ્ફળ થતા ખેડૂતો એ વાવેતર કરેલ ખેતપેદાશો નું ખાતર બિયારણ મજુરી સહીતની આર્થિક નુકશાની ખેડૂતો વેઠી રહ્યા છે
- Advertisement -

છેલ્લા બે દિવસ થી મેધરાજાની અવિરત મેધસવારીથી સાથે ઉપરવાસમાં ભારે વરસાદ ને કારણે ભાદર નદીના પાણીને કારણે ખેતરો જળબંબાકાર થયા હતા
ખેડૂતોએ વાવેતર કરેલ 300 વિધાની મગફળી માં વરસાદી પાણી ભરાયેલા રહેતા મગફળી ના પાકને નુકસાન થવાની શકયતા સેવાઇ રહી છે
ખેડૂતોના ખેતરોમાં થયેલ નૂકશાન વળતર આપવા વડા ગામના સરપંચ સંદિપભાઇ કાનાણી એ માંગ કરી છે
- Advertisement -
(જીજ્ઞેશ પટેલ – માણાવદર)