કોઈ દેશ સંઘરતું નહોતું છતાં ઓશો રજનીશને પુનાના આશ્રમમાં આવવું નહોતું.
શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
ઓશોના ટીકાકારોને (આ) પુસ્તક રજનીશ અને તેમની વિચારધારાના વખાણ કરતું લાગ્યું, તો અનુયાયીઓને આ પુસ્તક ઓશોને વખોડતું લાગ્યું.
ભક્તો અને વિરોધીઓ બન્નેને અગર કોઈ વાત ન ગમે તો માનવું જ રહ્યું કે, વાત તટસ્થતાપૂર્વક જ કહેવાય હશે અને તટસ્થતા તેમજ અભ્યાસુ શ્રધ્ધૈયતા માટે એક્સો એક વરસે સદગતિ પામેલા નગીનદાસ સંઘવીની તોલે મૂકી શકાય એવો ફાલ જ ગુજરાતી ભાષામાં બહુ ઓછો ઉતર્યો છે. નગીનબાપાના સ્વર્ગવાસ પછી તેમણે જ પ્રથમ અંગે્રજીમાં અને પછી ગુજરાતીમાં અનુવાદ કરેલું પુસ્તક ઓશો : વિોહ અને વિવાદોની આરપાર પુસ્તક કે બુક્સે પ્રસિદ્ઘ ર્ક્યું છે અને એક્સો અઠયાંસી પાનાનું આ પુસ્તક રજનીશજી વિષેની અનેક મિથ, ભ્રમણા અને કંઈક અંશે અહોભાવનો ભાંગીને ભૂક્કો કરી નાખે છે છતાં…
- Advertisement -
એ નગીનદાસબાપાના તટસ્થપણાંને આભારી છે કે તેઓ ક્યાંય રજનીશજીના અગાધ જ્ઞાન, પ્રભાવી પ્રવચનોમાંથી ઝરતાં જ્ઞાનને ઉતારી પાડતાં નથી. ડંકે કી ચોટ પર તેમણે સ્વીકાર્યું (કે કબુલ્યું) છે કે રજનીશ આજ સુધીના તમામ આધ્યાત્મિક માર્ગી સાધુ-સંતો કે બાવા-બાપુઓ કરતાં વધુ જ્ઞાની, એડવાન્સ અને સ્પષ્ટ વક્તા હતા. આચાર્ય, ભગવાન અને પછી ઓશો રજનીશ કોરોના પહેલાં નેટફલિક્સ પરની તેમના વિષેની ડોક્યુમેન્ટરી વાઈલ્ડ વાઈલ્ડ ક્ધટ્રીથી ફરીથી ચર્ચામાં જ હતા પણ નગીનબાપાનું પુસતક ઓશો : વિોહ અને વિવાદોની આરપાર માંથી તમે પસાર થાવ છો ત્યારે જાણે રજનીશના સમકાલિન હો અને તમારી સામે બાબુલાલ જૈન અને સરસ્વતીબહેનના ઘેર જન્મેલાં મોહનચંદ (1931)ની ઓશો રજનીશ (19 જાન્યુ. 1990) બનવાની આખી યાત્રા, પડાવ, પરેશાની, પરિશ્રમ, પ્રભાવથી માંડીને પતન (?) તબક્કવાર ઉઘડતાં જાય છે.
ઘણી હસ્તીઓ વિરાટ સફળતા યા સામર્થ્ય મેળવે પછી પોતાની રીતે કપોળ કલ્પિત પોતાનો જ ભૂતકાળ લોકો સમક્ષ્ા મૂક્તાં હોય છે. પ્રભાવ યા અહોભાવમાં ચેલા કે ચાહકો તેને સર આંખો પર ચઢાવી લેતાં રહયાં છે. આવું રજનીશજીએ પણ ર્ક્યું છે અને નગીનદાસ સંઘવીએ સચોટ તર્ક અને વાસ્તવિક્તાનું ભાન કરાવીને સાબિત કરી આપ્યું છે કે પોતાના બાળપણ વિશેની રજનીશની કેટલીય વાતો (મા આનંદ શીલાના પિતાએ તેમને દત્તક લીધેલાં એ પણ) ઉપજાવી કાઢેલી છે યા કોઈ લાભ લેવા માટે આવા દાવા કરવામાં આવ્યા છે. હકિક્ત તો એ છે કે રજનીશે 39 વરસના થયા ત્યાં સુધી (1970) આ વાતોનો ક્યાંય અછડતો ઉલ્લેખ પણ ર્ક્યો નથી. એંસીના દશકામાં આવું બધું ઉપજાવીને કહેવામાં આવેલું અને અનુયાયીઓને ઠસાવવામાં આવ્યું હતું.
ઓશો : વિોહ અને વિવાદોની આરપાર પુસ્તક પણ નગીનદાસ સંઘવીના અગાઉના તમામ પુસ્તકો જેવું સચોટ અને અભ્યાસ પૂર્ણ તો છે જ, પરંતુ તેમાં એક ફકરો પણ બે મતલબ લખાયો નથી. આ પુસ્તક વાંચવાથી ઓશો માટેનો આદર રતિભાર ઓછો થાય એવું નથી પણ એ વાંચવાથી રજનીશજીએ ક્યાં, શું થાપ ખાધી કે કઈ બાબતે દુલર્ક્ષ્ા સેવ્યું કે તેમનું મૌન યા શબ્દોએ કેવી રીતે ભારતીય સમાજ અને ખુદ પોતાના અનુયાયાીઓમાં હોળી સળગાવી, તેનો વાસ્તવિક ચિતાર આપણને મળી જાય છે. રાતોરાત પુના છોડીને અમેરિકા (ઓરેગોન) જવા પાછળનું કારણ તેમજ અમેરિકા (રજનીશપુરણ) માં વિવાદ, ધરપકડ અને ભારત વાપસી પાછળના સાચા કારણો આ પુસ્તકમાંથી ઉઘડે છે. બહુધા લોકો માને છે કે અમેરિકાએ હાકી કાઢયાં પછી રજનીશને અનેક દેશોમાં જાકારો મળ્યો હતો અને એટલે તેઓ ફરી પુના આવ્યા હતા. પરંતુ આ સ્ટેટમેન્ટ અર્ધસત્ય છે. અમેરિકામાં ધરપકડ થયા પછી સ્પષ્ટ હતું કે રજનીશ પરના પાંત્રીસ આરોપ સાબિત થાય તો તેમને 17પ વરસની સજા અને પાંત્રીસ હજાર ડોલરનો દંડ થાય તેથી… વકીલોની સલાહ માનીને રજનીશજીને તમામ ગુનાઓ સ્વીકાર્યા એટલે કોર્ટેમાં બે લાખ ડોલરનો દંડ ભરીને તેમણે સજામાંથી છૂટકારો મેળવ્યો હતો પણ ગુનેગારને અમેરિકા સંઘરે નહીં, એ ન્યાયે તેમણે પાંચ દિવસમાં જ અમેરિકા છોડી દેવાનું આવ્યું. એ પછી તેઓ ફરી ભારત (કુલ્લુ-મનાલી 17 નવે. 198પ) આવ્યા. તેમને પુના જવું નહોતું. 1986 માં રજનીશ નેપાળ (કાઠમંડુ) જઈને દોઢ મહિનો રોકાયાં. એ પછી સ્પેનના વિદેશ ખાતાએ તેમના વિઝા રદ ર્ક્યા એટલે એક અનુયાયીના કારણે ગ્રીસમાં એક મહિનો રહ્યાં પણ એરલાઈને રજનીશને ટિકિટ આપવાનો ઈન્કાર ર્ક્યો એટલે શ્રી રાજ ના નામે ટિકિટ કઢાવીને રજનીશજી ગ્રીસ પહોંચેલા. ગ્રીસમાં પણ વીઝા પછી રહેવા સબબ એમની ધરપકડ થઈ હતી. દંડ ભરીને રજનીશ જીનીવા પછી લંડન, ત્યાર બાદ એન્ટીગુઆ, આર્યલેન્ડ, ઉરૂગ્દે, જમૈકા, ન્યુફાઉન્ડલેન્ડ, મેડ્રિડ પછી નામઠામ બદલીને લિસ્બનમાં એક મહિનો રહ્યાં પણ સ્પેન સરકારે તેમની સાચી ઓળખ મેળવી લેતાં જાકારો આપ્યો. આવા છ માસ દરમિયાન વીસેક દેશોએ રજનીશજી માટે પોતાના ાર ખોલ્યાં નહીં. લંડનમાં તો તેમને રાત્રિ રોકાણની છૂટ એ શરતે આપવામાં આવેલી કે, ઓશો વિમાનમાંથી ઉતરશે નહીં. રાત વિમાનમાં જ કાઢશે.
- Advertisement -
આખરે જુલાઈ, 1986 ની ર9 તારીખે ઓશો મુંબઈ આવીને જુહુ વિસ્તારના સુમિલા બંગલામાં છ મહિના રહ્યાં પણ એ વિસ્તારના લોકોએ ફરિયાદ કરી એટલે નાછૂટકે (છ વરસ પછી) ઓશો પુનાના રજનીશ આશ્રમમાં આવી ગયા અને ત્યાં જ તેમની પૃથ્વીની યાત્રા પર પૂર્ણવિરામ આવ્યું.
ભયાનક તેજસ્વીતાનો ભયાવહ અંત.