સોશ્યલ મિડીયામાં ગેરમાર્ગે દોરતા તત્ત્વો સામે કડક કાર્યવાહીનો આદેશ
અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાત પોલીસનો પગાર ઓછો હોવાની વાત ભ્રામક ગણાવી
રાજ્યના પોલીસ કર્મચારીઓને પગારની સાથે અન્ય ભથ્થા તથા સુવિધાઓ પણ આપવામાં આવે છે
ખાસ-ખબર સંવાદદાતા
સોશ્યલ મીડિયા ઉપર ચાલતા પોલીસના ગ્રેડ પે આંદોલન સામે ડીજીપી આશિષ ભાટીયાએ લાલ આંખ કરી છે. સોશ્યલ મિડીયામાં ગેરમાર્ગે દોરતા તત્ત્વો સામે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. ડીજીપીએ જણાવ્યું કે, હાલમાં ગુજરાત પોલીસના ગ્રેડ પે બાબતે સોશ્યલ મિડીયામાં અમુક લોકો દ્વારા ખોટી અને ગેરમાર્ગે દોરતી પોસ્ટ મૂકીને પોલીસ કર્મચારીઓમાં અસંતોષની લાગણી ઉભી કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે, જેમાં ગુજરાત પોલીસના કર્મચારીઓનો પગારો અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછો હોવાની બાબતને કેન્દ્રમાં રાખીને ખોટી અને ભ્રામક વાતોનો દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
પોલીસના ગ્રેડ પે આંદોલન : સરકાર દરેક મુદ્દે અભ્યાસ કરી રહી : ગૃહમંત્રી હર્ષસંધવી
ખાસ-ખબર સંવાદદાતા
પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે આંદોલનને લઈને ગૃહમંત્રી હર્ષસંધવીએ જણાવ્યું કે સરકાર દરેક મુદ્દે અભ્યાસ કરી રહી છે. સાથેજ તેમણે કહ્યું યોગ્ય રીતે જો રજૂઆત કરવામાં આવે તો સરકાર અભ્યાસ કરતી હોય છે. રાજ્યમાં પોલીસકર્મીઓ છેલ્લા કેટલાક સમયથી ગ્રેડ પે ને લઈને આંદોલન કરી રહ્યા છે. જે મામલે હવે ગૃહ રાજ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. ગ્રેડ પે ને લઈે પોલીસ કર્મચારીઓ જે આંદોલન કરી રહ્યા છે. તે મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સરકાર તેમની માગણી પર અભ્યાસ કરી રહી છે.
- Advertisement -
સાથે જ ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે આગામી સમયમનાં પોલીસ કર્મચારીઓની માગંણીને લઈને નિર્ણય લેવામાં આવશે. વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે કોઈપણ વિષય પર યોગ્ય રીતે જો રજૂઆત કરવામાં આવે તો તેનો અભ્યાસ સરકાર દ્વારા કરવામાં આવે છે. જેથી હવે આ મામલે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે પોલીસ કર્મીઓની જે પણ માગ છે તે અંગે તેઓ વિવિધ પાસાઓની તપાસ કરશે. જે તપાસ બાદ તેઓ આગળ નિર્ણય લેવાના છે.