પોલીસ પર પથ્થરમારો-તલવારથી હુમલો કરી સળગતા ફટાકડા પણ ફેંક્યા
CCTV ફૂટેજનાં આધારે 100થી વધુની ઓળખ : કુલ 15ની ધરપકડ
ખાસ-ખબર સંવાદદાતા
મધ્ય પ્રદેશના જબલપુરમાં ઈદ મિલાદુન નબી નિમિત્તે જબલપુરમાં પોલીસ પર સળગતા ફટાકડા ફેકવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના બાદ ઝુલૂસમાં ભારે વિવાદ સર્જાયો હતો. પોલીસ પર પથ્થર ફેકવામાં આવ્યા હતા અને લોકો તલવાર લઈને નિકળી પડ્યા હતા. પોલીસે આ ઘટનામાં 5 લોકોની ધરપકડ કરી છે.
- Advertisement -
જ્યારે CCTV ફુટેજના આધારે 24 લોકોની ઓળખ પણ કરી છે. બીજી બાજુ ધારમાં પણ 96 લોકોની ઓળખ કરવામાં આવી છે અને 10 લોકોની ધરપકડ કરાઈ છે.
Latest News Update મેળવવા જોડાવ અમારા Whats App Group સાથે…
https://chat.whatsapp.com/GOdhewJH3YD5Pgm6gNvoNR
- Advertisement -
ઈદ મિલાદુન નબીના જુલૂસ સમયે જબલપુર, ધાર અને બડવાનીમાં ભારે વિવાદ થયો હતો અને પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. જે વીડિયોના ફૂટેજ સામે આવ્યા છે. તેમા જોઈ શકાય છે કે જુલૂસમાં સામેલ લોકો પોલીસ કર્મચારીઓ પર સળગતા ફટાકડા ફેકી રહ્યા છે. જબલપુરના ગોહલપુર પોલીસે હત્યાનો પ્રયાસ, વહિવટીતંત્રના કાર્યમાં અવરોધ પહોંચાડવા સહિત વિવિધ કલમોમાં કેસ દાખલ કર્યાં છે.