અમીરો અને બાકીના લોકો વચ્ચેની વધતી ખાઈ લોકતંત્રને અસ્થિર કરનારૂ ખતરનાક પરિબળ છે
2025માં ભારત સહિતના દેશોમાં અબજોપતિઓની કુલ સંખ્યા 3000ને પાર: સંપતિ 16% વધી રૂા.1660 લાખ કરોડને પાર: પાંચ વર્ષમાં ત્રણ ગણો વધારો
તમામને સમાન 1 મતનો અધિકાર પણ આમ નાગરિકની સરખામણીમાં રાજનીતિ પર અબજોપતિઓની પહોચ 4000 ગણી વધુ: સરકારની નીતિઓ પર મોટો પ્રભાવ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
ભારત સહિત વિશ્વમાં એક તરફ અબજોપતિઓની સંખ્યા વધી હોવાનું જણાવવાની સાથે એ પણ રિપોર્ટ છે કે અબજોપતિઓ ફકત વિશ્વની સંપતિઓ પર જ કબ્જો કરી રહ્યા છે તેવું નથી પણ તેઓ રાજકારણ પર તેનો પ્રભાવ વધ્યો છે તથા અનેક પ્રકારના વિરોધાભાસ પણ
સર્જાઈ રહ્યા છે.
દુનિયામાં પ્રથમ વખત અબજોપતિઓની સંખ્યા 3000ને પાર થઈ ગઈ છે. જેમાં ટેસ્લા અને અનેક ટેક કંપનીઓના માલીક એલન મસ્ક આ પૃથ્વી પર સેવા પ્રથમ વ્યક્તિ બન્યા જેની સંપતિ પડવા ટ્રીલીયન ડોલર એટલે કે 500 અબજ ડોલરને પાર કરી ગયા છે પણ બીજી તરફ દુનિયામાં એ વાસ્તવિકતા છે કે દર 4માંથી એક વ્યક્તિ પાસે ભોજન ઉપલબ્ધ નથી.
માનવ અધિકાર જૂથ ઓકસફેમના રિપોર્ટમાં જણાવાયું છે કે વિશ્ર્વના સુપર રીચ સતાની દિશા નકકી કરી રહ્યા છે પછી તે અમેરિકા હોય કે ભારત તમામ દેશોમાં સરકાર છુપી કે જાહેર રીતે ધનવાનો વધુ ધનવાન થાય તે રીતે નિતી, કરવેરા વિ. નિશ્ર્ચિત કરે છે. મોટી કંપનીઓનું લોન્ચીંગ સરકારના નિર્ણયો બદલી પણ શકે છે અને દાવોસમાં વિશ્વના ધનસંપન્ન દેશોની મીટ પર પણ આ પ્રતિબિંબ પડશે.
જેના કારણે લોક તંત્ર પર પણ ભવિષ્યમાં ખતરો સર્જાઈ શકે છે. આર્થિક ગરીબી ભૂખ પેદા કરે છે તો રાજનીતિક ગરીબી સમાજમાં આક્રોશ સર્જે છે. વિશ્ર્વના અનેક દેશોમાં જે રીતે નવા જનરેશન રોડ પર આવ્યું તે તેનું એક કારણ અસમાનતા જે વધી રહી છે તે દર્શાવે છે અનેવિશ્વના અબજોપતિઓની કુલ સંપતિ 16% વધીને 18.3 ટ્રીલીયન ડોલર થઈ છે જે ભારતીય ચલણમાં રૂા.1660 લાખ કરોડ છે અને છેલ્લા પાંચ વર્ષમાં તેની ઝડપ ત્રણ ગણી વધી છે તો દુનિયામાં અડધી વસતી ગરીબ છે.
દુનિયામાં લોકશાહી દેશમાં ભલે દરેક પાસે સમાન એક જ મત હોય પણ અબજોપતિઓની સરકાર તથા રાજનીતિ પર પ્રભાવ 4000 ગણો ‘રિજસ્ટીંગ ધ રૂલ ઓફ ધ રીચ’ માં જણાવાયું છે કે લોકતંત્રમાં તમામ માટે એક સમાન તક નથી પણ તકના દરવાજા ધનવાનો દોલતની ચાવીથી ખોલી રહ્યા છે અને તેઓ પુરી રાજનીતિ અને સરકારી નીતિને ખરીદે છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, વર્ષ 2025 અબજોપતિઓ માટે અત્યાર સુધીનું સૌથી સફળ વર્ષ રહ્યું છે. તેમની કુલ સંપત્તિ વધીને રેકોર્ડ 18.3 ટ્રિલિયન ડોલર (આશરે 1,660 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ છે. 2020 પછી અબજોપતિઓની સંપત્તિમાં 81%નો જંગી વધારો થયો છે. માત્ર છેલ્લા એક વર્ષમાં જ તેમની સંપત્તિ 2.5 ટ્રિલિયન ડોલર વધી છે, જે એટલી મોટી રકમ છે કે તેનાથી વિશ્વમાંથી અત્યંત ગરીબીને 26 વખત ખતમ કરી શકાય છે. ભારતમાં પણ સ્થિતિ ગંભીર છે, જ્યાં દેશના ટોચના 1% અમીરો પાસે કુલ રાષ્ટ્રીય સંપત્તિનો લગભગ 40% હિસ્સો છે.
ઓક્સફેમનો રિપોર્ટ માત્ર આર્થિક જ નહીં, પણ રાજકીય અસમાનતા પર પણ પ્રકાશ પાડે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એક અબજોપતિના નેતા બનવાની સંભાવના સામાન્ય માણસની તુલનામાં 4000 ગણી વધારે છે. સર્વેમાં સામેલ 66 દેશોમાંથી લગભગ અડધા લોકો માને છે કે તેમના દેશમાં અમીર લોકો ચૂંટણી ખરીદી લે છે. આ ઉપરાંત, વિશ્વની અડધાથી વધુ મોટી મીડિયા કંપનીઓ અને લગભગ તમામ મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (જેમ કે ડ, વોશિંગ્ટન પોસ્ટ) પર અબજોપતિઓનો માલિકી હક છે.
આ વધતી અસમાનતાને કારણે નાગરિક સ્વતંત્રતા અને રાજકીય અધિકારોને દબાવવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે 68 દેશોમાં 142થી વધુ મહત્વપૂર્ણ સરકાર વિરોધી પ્રદર્શનો થયા, જેનો અધિકારીઓએ સામાન્ય રીતે હિંસાથી જવાબ આપ્યો.
આ રિપોર્ટમાં, ઓક્સફેમે ભારતીય અનામત પ્રણાલીને સામાન્ય લોકોને રાજકીય રીતે સશક્ત બનાવવાની દિશામાં પ્રગતિનું એક મજબૂત ઉદાહરણ ગણાવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જઈ, જઝ અને અન્ય વંચિત સમૂહો માટે રાજકીય અનામત, આર્થિક રીતે વંચિત સમુદાયોને આગળ વધવાની તક પૂરી પાડે છે.
ઓક્સફેમના કાર્યકારી નિયામક, અમિતાભ બેહરે જણાવ્યું, “અમીરો અને બાકીના લોકો વચ્ચે વધતી ખાઈ એક રાજકીય ખામી પેદા કરી રહી છે, જે ખૂબ જ ખતરનાક અને અસ્થિર છે. આર્થિક ગરીબી ભૂખ પેદા કરે છે, પરંતુ રાજકીય ગરીબી ગુસ્સો પેદા કરે છે.”



