ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દિલ્હીમાં ગુરુવારથી પ્રદૂષણ વિરુદ્ધ કડક નિયમો લાગુ થઈ ગયા છે. તેમ છતાં શુક્રવારે સતત છઠ્ઠા દિવસે હવા અત્યંત ખરાબ રહી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (ઈઙઈઇ) અનુસાર, સવારે લગભગ 8 વાગ્યે દિલ્હીમાં એર ક્વોલિટી (અચઈં) 387 નોંધવામાં આવી.
શહેરમાં હવાની ગુણવત્તા ગુરુવારની સરખામણીમાં વધુ બગડી છે. ગઈકાલે સાંજે 4 વાગ્યે શહેરનો અચઈં 373 હતો. પ્રદૂષણની સાથે શહેરના મોટાભાગના વિસ્તારો ઝેરી ધુમ્મસ (સ્મોગ) ની ઝપેટમાં છે. ઈંઝઘ, ગાઝીપુર, પાલમ અને ગ્રેટર નોઈડાની આસપાસના વિસ્તારો પણ ગાઢ ધુમ્મસથી ઘેરાયેલા રહ્યા.
દિલ્હીના ઈંૠઈં એરપોર્ટ પર આજે સવારથી ઘણી ફ્લાઈટ્સ રદ થઈ ગઈ છે. ઘણી કલાકો મોડી ચાલી રહી છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટ જેવી ઘણી એરલાઇન્સે શુક્રવારે ફ્લાઇટ્સને અસર થવાની આશંકાને લઈને મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી છે. દિલ્હી એરપોર્ટે પણ કહ્યું કે ઓછી વિઝિબિલિટીને કારણે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે ધુમ્મસને કારણે એરપોર્ટ પર વિઝિબિલિટી 100 મીટરથી પણ ઓછી રહી ગઈ હતી. આને કારણે 27 ફ્લાઇટ્સ રદ કરવી પડી. 100થી વધુ વિમાનો મોડા ઉડ્યા. 80થી વધુ ટ્રેનો મોડી પડી.
- Advertisement -
દિલ્હીમાં એક દિવસમાં 3746 વાહનોને મેમો અપાયો
દિલ્હીમાં ગુરુવારથી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (ૠછઅઙ) નો ચોથો તબક્કો લાગુ થઈ ગયો છે. આ અંતર્ગત દિલ્હીમાં ફક્ત ઇજ-6 એન્જિનવાળી ગાડીઓને જ એન્ટ્રી મળી રહી છે. ઇજ-6 ધોરણથી જૂના બહારના વાહનોની એન્ટ્રી રોકી દેવામાં આવી છે. દિલ્હીમાં ‘નો ઙઞઈ, નો ફ્યુઅલ’ નિયમ પણ લાગુ થઈ ગયો છે, જે અંતર્ગત પોલ્યુશન અંડર કંટ્રોલ (ઙઞઈ) સર્ટિફિકેટ વિના વાહનોને પેટ્રોલ, ડીઝલ કે ઈગૠ આપવામાં આવશે નહીં. ‘નો ઙઞઈ-નો ફ્યુઅલ’ અંતર્ગત ગુરુવારે 3,700 વાહનોના મેમો આપવામાં આવ્યા. 570 વાહનોને બોર્ડર પરથી પાછા મોકલવામાં આવ્યા.
બે દિવસમાં 61000 નવા પોલ્યુશન સર્ટિફિકેટ બન્યા
- Advertisement -
આ કાર્યવાહી વચ્ચે ઙઞઈની માંગમાં પણ વધારો નોંધાયો. 17 અને 18 ડિસેમ્બર વચ્ચે 61,000 થી વધુ સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યા. સિરસાએ કહ્યું કે આંકડા કડક કાર્યવાહીની સાથે-સાથે વધતા જન સહયોગને પણ દર્શાવે છે. તેમણે જણાવ્યું કે બોર્ડર પરથી વાહનોને પરત કર્યા પછી બહારના વાહનોની એન્ટ્રીમાં સ્પષ્ટ ઘટાડો થયો છે. સાથે જ, અસરકારક પ્રાદેશિક પ્રદૂષણ નિયંત્રણ માટે પડોશી રાજ્યો સાથે સંકલન જરૂરી છે. દિલ્હી સરકારે જણાવ્યું હતું કે પ્રદૂષણ ફેલાવતા વાહનો સામેની કાર્યવાહી ગંભીર વાયુ પ્રદૂષણ દરમિયાન ઉત્સર્જન ઘટાડવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. તેમાં રસ્તાની ધૂળ, ઔદ્યોગિક પ્રદૂષણ અને કચરા વ્યવસ્થાપન સંબંધિત પગલાં પણ શામેલ છે.
અધિકારીઓએ ચેતવણી આપી હતી કે આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે. વાહન માલિકોને દંડ અને અસુવિધાથી બચવા માટે તેમના ઉત્સર્જન પ્રમાણપત્રો અપડેટ રાખવા અપીલ કરવામાં આવી છે.
દિલ્હી સહિત 5 રાજ્યોમાં આજે ગાઢ ધુમ્મસ: યુપીના 6 જિલ્લામાં સ્કૂલો બંધ
દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારમાં આજે ગાઢ ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગે પાંચેય રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. યુપી અને બિહારમાં રાજ્ય સરકારે લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.
યુપીના બરેલી, લખનઉ, અયોધ્યા, ગોંડા સહિત 20 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છે. બરેલી, કાનપુર, આગ્રા, કાસગંજ, ઔરૈયા અને જૌનપુરમાં 20 ડિસેમ્બર સુધી સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. લખનૌ સહિત 10 જિલ્લાઓમાં સ્કૂલોનો સમય સવારે 9 વાગ્યાથી કરવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભયંકર ઠંડીનું એલર્ટ છે.
યુપીમાં કડકડતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસે લોકોની મુશ્ર્કેલીઓ વધુ વધારી દીધી છે. બરેલી, લખનઉ, અયોધ્યા, ગોંડા સહિત 20 જિલ્લાઓમાં શુક્રવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભયંકર ઠંડી અને ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. બરેલી, કાનપુર, આગ્રા, કાસગંજ, ઔરૈયા અને જૌનપુરમાં 20 ડિસેમ્બર સુધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. 10 જિલ્લાઓમાં શાળાઓનો સમય બદલવામાં આવ્યો છે. ગુરુવારે બુલંદશહર સૌથી ઠંડું રહ્યું. અહીં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું.
બિહારના નાલંદા, ગોપાલગંજ, છપરા સહિત 19 જિલ્લાઓમાં ધુમ્મસની અસર જોવા મળી. સારણમાં આજે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. પટનામાં 25 ડિસેમ્બર સુધી સ્કૂલોનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. પટનામાં ધુમ્મસના કારણે 8 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી.



