રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં 162 કરોડના વિકાસકામોને બહાલી
24માંથી 20 દરખાસ્ત મંજૂર કરાઈ: જ્યારે 4ને પેન્ડિંગ રાખવામાં આવી, જાહેરાતના માધ્યમથી મનપા 1.84 કરોડની આવક કરશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના વિકાસ, સુવિધા અને સંચાલન સંબંધિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં 162 કરોડના વિકાસકામોને લીલીઝંડી આપવામાં આવી છે. જેમાં વિવિધ વોર્ડમાં રોડ, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઈન, શાળા મરામત સહિતના કરોડો રૂપિયાના કામોને મંજુરી આપવામાં આવી હતી. ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટના ખર્ચ ₹25,000ની મંજુરી, શહેરમાં હયાત સેન્ટર લાઈટીંગ સિસ્ટમના ઓપરેશન અને મેન્ટેનન્સ તથા નવા સુધારણા માટે 1.64 કરોડનો ઠરાવ કરાયો છે. વિવિધ સરકારી કાર્યક્રમો દરમિયાન લાઈટીંગ, સાઉન્ડ અને જનરેટર સેટ માટે દ્વિ-વર્ષિક રેટ કોન્ટ્રાક્ટ, પાલિકાની કચેરીઓ માટે 3 વર્ષ મેઇન્ટેનન્સ સાથે ફર્નિચર ખરીદીના કામને મંજુરી અપાઈ છે. વોર્ડ નં-6માં સંત કબીર રોડ, ભાવનગર રોડ પર 2.37 કરોડના ખર્ચે પેવિંગ બ્લોક નાખવામાં આવશે. જ્યારે મહાનગરપાલિકા શહેરમાં જુદા-જુદા સ્થળોએ હોર્ડીંગ બોર્ડ/ કિયોસ્ક બોર્ડ- ગેન્ટ્રી બોર્ડ પર જાહેરાતમાંથી 1.84 કરોડની આવક કરશે
શાળાનું મકાન સૌરાષ્ટ્ર શિક્ષણ સમાજને લીઝ ઉપર આપવાની દરખાસ્ત પેન્ડિંગ
- Advertisement -
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 4 દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી છે. જેમાં રણછોડનગર શેરી નં. 10 ખાતે આવેલ પાલિકાનું માધ્યમિક શાળાનું મકાન શ્રી સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટને લીઝ ઉપર આપવાની દરખાસ્ત
પેન્ડિંગ રાખવામાં આવી છે.
રણછોડનગરની માધ્યમિક શાળાની લીઝ 10 વર્ષ માટે વધારવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ ટ્રસ્ટે 30 વર્ષની માંગણી કરી હતી. પરંતુ આ સ્કૂલ કોમર્શિયલ પ્રવૃતિ કરતી હોવાથી દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. વર્ષ 1997 થી શ્રી સૌરાષ્ટ્ર શિક્ષણ સેવા સમાજ ટ્રસ્ટને માસિક રૂ. 251 ભાડે આપવામાં આવેલી આ શાળાની લીઝ 31 ડિસેમ્બર 2025એ પૂર્ણ થવાની છે. જ્યારે ઓડિટ શાખામાં ખાલી પડેલી સબ ઓડિટરની જગ્યાએ બઢતીની દરખાસ્ત તથા પાલિકાની મિલકતોની સુરક્ષા માટે નવી એજન્સી દ્વારા સિક્યુરિટી ગાર્ડ પુરા પાડવા દ્વિ-વર્ષિક કરાર તથા પાલિકાની વિવિધ શાખાના કર્મચારીઓના પગાર ધોરણ સુધારણાની દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી છે.
જુદા જુદા વિસ્તારોમાં નીચે મુજબના વિકાસકાર્યોને મંજુરી
નાકરાવાડી લેન્ડફિલ સાઇટ ખાતે કમ્પાઉન્ડ વોલ 1.28 કરોડ
ડમ્પિંગ સાઇટ પર રીટેઇનીંગ વોલ 7.31 કરોડ
શાળા નં. 97માં રીપેર અને કમ્પાઉન્ડ વોલ ઉંચી કરવાનું કામ 15 લાખ
વેલનાથપરા બ્રીજથી બેડી ચોક સુધી સેન્ટ્રલ ડિવાઇડર સ્ટોન ફીટિંગ 65 લાખ
શિવમ અર્જુન મેઈન રોડ પર પાઈપ ગટર નાખવાનું કામ 16.67 લાખ
શાળા નં. 46, 77 અને 100માં રૂફ શેડ તથા રીપેરિંગ 36.77 લાખ
80 ફૂટ રોડ પટેલનગરથી નદી સુધી 450 મીમી સ્ટોર્મ વોટર લાઇન 38.89 લાખ
વોર્ડ નં. 06ના અલગ અલગ વિસ્તારોમાં પેવિંગ બ્લોક કામ 2.42 કરોડ
વોર્ડ નં.15માં ડ્રેનેજ પાઈપલાઈન અપગ્રેડેશન 2.40 કરોડ
વોર્ડ નં.16માં સ્ટોર્મ વોટર લાઇન કામ 40.58 કરોડ
કામની વિગત રકમ
ડ્રેનેજ રૂા. 2,40,99,710
પેવિંગ બ્લોક રૂા. 4,80,54,675
કાર્યક્રમ ખર્ચ રૂા. 25,000
સ્ટોર્મ વોટર ડ્રેઈન રૂા. 79,47,941
વોટર વર્કસ રૂા. 1,43,07,40,775
પાઈપ ગટર રૂા. 16,67,399
નવીનીકરણ રૂા. 36,77,153
લાઈટીંગ- રોશની રૂા. 1,64,93,798
ફૂટપાથ- રોડ ડીવાઈડર રૂા. 65,94,589
કંપાઉન્ડ વોલ રૂા. 8,74,76,535
કુલ ખર્ચ રૂા. 1,62,67,77,575
આવક
જાહેરાત હોર્ડિંગ બોર્ડ રૂા. 1,84,14,989
કુલ આવક 1,84,14,989



