છ.ઈ.ઈ. બેંકના ઈઊઘ, ‘વિશ્ર્વપ્રવાસી’ અને ‘હિમપુરૂષ’ને જન્મદિવસની શુભકામના: શાકભાજીની રેકડીથી ઈઊઘ પદ સુધીની વિરલ સફર
21 બેંકોમા ફીટ એન્ડ પ્રોપર ક્રાઇટેરીયા ધરાવતા સીઇઓ તરીકેની પસંદગીમાં ડો.પુરૂષોત્તમ પીપરીયાએ અહમ્ ભૂમિકા ભજવી હતી
- Advertisement -
9 સંસ્થાઓમા સીઇઓ તરીકેની ફરજ બજાવનાર ડો.પુરૂષોત્તમ પીપરીયાએ ગેરશિસ્ત/ગેરરિતી આચરનાર 100 કર્મચારીઓની હકાલપટ્ટી કરી માનવ સંશાધનને મજબુતી પ્રદાન કરેલ છે
સહકારી ક્ષ્ોત્રેના જુદા જુદા વિષય ઉપર 100 ઉપરાંત પુસ્તકો લખી સહકારી ક્ષ્ોત્રને વિનામૂલ્યે વિતરણ કરાતા સહકારી સંસ્થાઓ તરફથી ડો.પુરૂષોત્તમ પીપરીયાને પ્રશસ્તિ પત્રો એનાયત થયેલાં છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની ધરતી પર વસતા એવા તેજસ્વી તારલાઓમાં ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપ. બેંક લી. (છ.ઈ.ઈ. ઇફક્ષસ)ના ગતિશીલ સી.ઈ.ઓ. અને જનરલ મેનેજર ડો. પુરૂષોત્તમ પીપરીયાનું નામ અગ્રગણ્ય છે, જેઓ લક્ષ્યસિદ્ધિ, સુઝબુઝ, દીર્ઘદૃષ્ટિ અને સુચારુ વહીવટ જેવા ઈશ્ર્વરદત્ત ગુણોનો અખૂટ ભંડાર ધરાવે છે. સહકારી જગતના ‘કાયદેસમ્રાટ’, ‘કાયદેઆઝમ’, ‘વિશ્વપ્રવાસી’, ‘હિમપુરૂષ’ અને ‘સાહસિક પુરૂષ’ના અનન્ય બિરુદોથી વિભૂષિત ડો. પીપરીયા આજરોજ, તા. 11મી ડિસેમ્બરના રોજ, પોતાની યશસ્વી કારકિર્દીના 66મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. 66 વર્ષની પ્રૌઢ વયે પણ યુવાનોને શરમાવે તેવી અદમ્ય સ્ફૂર્તિ, અપાર ઊર્જા અને નવોન્મેષનો તરવરાટ ધરાવતા ડો. પીપરીયા પર તેમના વિશાળ શુભચિંતકો, ચાહકો, બેંકના ગ્રાહકો અને મિત્રો રૂબરૂ, ટેલિફોનીક અને સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓનો અવિરત વરસાદ વરસાવી રહ્યા છે. જોકે, તેઓ પોતાની તમામ ગૌરવવંતી સિદ્ધિઓનો સંપૂર્ણ શ્રેય બેંકના આદ્યસ્થાપક સ્વ. શેઠ જયંતિભાઈ કુંડલીયાના ચરણોમાં નમ્રતાપૂર્વક અર્પણ કરે છે, જે તેમની વિનમ્રતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
ડો. પુરૂષોત્તમ પીપરીયાની કાનૂની તજજ્ઞતા અને જ્ઞાનની સીમાઓ કોઈ એક ચોક્કસ કાયદા પૂરતી સીમિત રહી નથી, પરંતુ તે જ્ઞાનના વિભિન્ન પાસાઓનો એક અખૂટ અને વિશાળ મહાસાગર સમાન છે, જેના કારણે તેમને ‘કાયદેસમ્રાટ’નું સન્માનજનક ઉપનામ પ્રાપ્ત થયું છે. તેમની કાયદાકીય નિપુણતા બેંકિંગ લો, દીવાની (ઈશદશહ), ફોજદારી (ઈશિળશક્ષફહ), સહકારી (ઈજ્ઞ-જ્ઞાયફિશિંદય), કોર્પોરેટ-લો, ઇન્કમ ટેક્સ (ઈંક્ષભજ્ઞળય ઝફડ્ઢ), જી.એસ.ટી. (ૠજઝ), ઈ.ડી. (ઊઉ) સહિત સીવીલ પ્રોસીજર કોડ (ઈઙઈ), રેવન્યુ એક્ટ અને લેબર સંબંધિત કાયદાઓના પ્રત્યેક પાસાં પર ઊંડો અને બહોળો અનુભવ ધરાવે છે. વ્યવસાયિક અને સામાજિક ક્ષેત્રે તેમણે એક અત્યંત સફળ લવાદ (અબિશિફિંજ્ઞિિં) તરીકેની પણ ભૂમિકા અદા કરી છે, જેમાં તેમણે અંદાજે ₹700 કરોડ ઉપરાંતના કેસોમાં સુખદ સમાધાન અથવા નિવેડા દ્વારા વણઉકેલ તકરારોનો ખૂબ જ સુચારુ અને ઝડપી અંત લાવવામાં અપાર સફળતા મેળવી છે. આ ઉપરાંત, સહકારી જગતની સંસ્થાકીય ચૂંટણીઓ હોય કે વિવિધ જ્ઞાતિ સંસ્થાઓની ચૂંટણીઓ, તેઓ તેમાં નિ:શુલ્ક અને મૂલ્યવાન કાયદાકીય માર્ગદર્શન પ્રદાન કરીને સામાજિક જવાબદારીનું પણ ઉત્કૃષ્ટ નિભાવન કરે છે.
ડો. પીપરીયાની કારકિર્દીની સફર અદ્ભુત અને વિરલ પ્રેરક કથા સમાન છે, જેની શરૂઆત એક શાકભાજીની રેકડી ચલાવવાથી થઈ હતી, અને ત્યાંથી તેઓ એક સામાન્ય ક્લાર્ક તરીકે સહકારી બેંકમાં જોડાયા હતા. આ હકીકત ભારતીય બેંકિંગ ક્ષેત્રના ઇતિહાસમાં એક વિરલ અને દેશભરનો પ્રથમ કિસ્સો છે, જ્યાં કોઈ વ્યક્તિ ક્લાર્ક કેડરમાંથી ક્રમશ: અને શુદ્ધ વ્યાવસાયિકતાના બળે સીધા જ સી.ઈ.ઓ. (ઈઊઘ) / એમ.ડી. (ખ.ઉ.)ના સર્વોચ્ચ પદ પર નિયુક્ત થયા હોય. તેમની અથાગ મહેનત, અજોડ કર્તવ્યનિષ્ઠા અને બોર્ડ ઑફ ડિરેક્ટર્સના દીર્ઘદૃષ્ટિપૂર્ણ માર્ગદર્શનના પરિણામે આર.સી.સી. બેંકને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના 40થી પણ વધુ અમૂલ્ય એવોર્ડ પ્રાપ્ત થયા છે. તાજેતરમાં ઇકોનોમિક ગ્રોથ ફાઉન્ડેશન દ્વારા તેમને બેસ્ટ સી.ઈ.ઓ. માટે “ઞક્ષશદયતિફહ ઈંભજ્ઞક્ષ અભવશયદયતિ ઊફમિ‘ પણ એનાયત થયો છે. તેમણે આરસીસી બેંકને માઈનસ નેટવર્થની નકારાત્મક સ્થિતિમાંથી બહાર લાવીને તેને પ્લસ નેટવર્થ સાથે ઉચ્ચતમ કક્ષાએ પહોંચાડી છે, જે તેમની નાણાકીય અને વહીવટી તજજ્ઞતાનો સચોટ પુરાવો છે.
ડો. પુરૂષોત્તમ પીપરીયા માત્ર કાયદા કે બેંકિંગ ક્ષેત્રના મહાન જ્ઞાતા નથી, પરંતુ તેઓ એક પ્રખર પ્રવાસી, સાહસિક અને પ્રકૃતિપ્રેમી પણ છે. બેંકના વિકાસને નવી વૈશ્વિક દિશા પ્રદાન કરવા અને ‘ગુડ ગવર્નન્સ’ માટે વિશ્વભરની પચાસ ઉપરાંત નામાંકિત બેંકોની મુલાકાત લઈ, તેમણે યુરોપ, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અને એશિયા સહિત દુનિયાના સાતેય ખંડના 100 ઉપરાંત દેશો/પ્રાંતોનો વિસ્તૃત પ્રવાસ કર્યો છે, જેને કારણે તેમને ‘વિશ્વપ્રવાસી’નું બિરુદ મળ્યું છે. કાશ્મીરમાં ‘ચિલ્લાઈ કલ્લાન’ની હાડ થીજાવતી ભયંકર ઠંડીમાં અનેક વખત પ્રવાસ કરવાની તેમની ટેવ, અમરનાથ યાત્રા અને કૈલાસ માનસરોવરની કઠિન યાત્રાઓને કારણે મિત્રો તેમને અત્યંત આદરપૂર્વક ‘હિમપુરૂષ’ના હુલામણા નામે સંબોધે છે. તેમના ’સાહસિક પુરૂષ’ના બિરુદને સાર્થક કરતા બનાવોમાં કાશ્મીર ખીણમાં આતંકના ઓથાર હેઠળ પણ કારગિલ અને ચીનના સીમાડા સુધી તેમણે કરેલું જોખમી સેલ્ફડ્રાઈવ કાર એડવેન્ચર મોખરે છે.
’વયને અભ્યાસના સીમાડા નડતા નથી’ તેવું સાબિત કરતાં, સિનિયર સિટીઝનની ઉંમરે પણ, તેમણે ડી.સી.એમ. (ડિપ્લોમા ઇન કો-ઓપરેટીવ મેનેજમેન્ટ) ના કોર્સમાં 2019 માં પ્રવેશ લઈ સમગ્ર ગુજરાતમાં પ્રથમ શ્રેણીમાં સફળતા હાંસલ કરી હતી.
સહકારી ક્ષેત્રના ઉદ્ધાર માટે તેમણે સતત 15-15 કલાક કાર્ય કરીને 100થી વધુ અમૂલ્ય પુસ્તકોનું લેખન કર્યું છે, જે તેમણે સમગ્ર સહકારી જગતને વિનામૂલ્યે વહેંચ્યા છે. તેઓ એક પ્રભાવશાળી વક્તા, મેન્ટર અને જ્ઞાનદાતા પણ છે, જેમણે 1000 ઉપરાંત સેમિનાર/ટ્રેનિંગ પ્રોગ્રામમાં વિનામૂલ્યે સેવા પ્રદાન કરી છે. ડો. પુરૂષોત્તમ પીપરીયાનું સમગ્ર જીવન એક પ્રેરણાનો પ્રવાહ છે, જે નમ્રતા જાળવીને પણ શિસ્ત, અથાગ પુરુષાર્થ અને જ્ઞાનના બળે જીવનની દરેક ક્ષેત્રે ટોચ પર પહોંચી શકાય છે તે સત્યને સાબિત કરે છે.
સમસ્ત સમાજ અને બેંકિંગ ક્ષેત્ર આજના શુભ અને મંગલ જન્મદિને તેમના અસાધારણ યોગદાન, અપાર જ્ઞાન અને સતત કાર્યશીલતા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે અને તેમના સુદીર્ઘ તથા સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરે છે.



