પોલીસને ધંધે લગાડનાર મહારાષ્ટ્રના શખ્સની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
- Advertisement -
ભેસાણ ચોકડી પાસે આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષિકા શાળામાં જવલનશીલ પદાર્થ લઈને આવ્યા હોવાનો ફોન કરી પોલીસને લગાડનાર પતિની મહારાષ્ટ્રથી જૂનાગઢ આવતા લોકેશન આધારે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ગઈ તા. 4 ડિસેમ્બરની બપોરે 12 વાગ્યાની આસપાસ પોલીસ કંટ્રોલ રૂમમાં અજાણ્યા શખ્સે ફોન કરીને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની ટીચર જવલનશીલ પદાર્થ લઈને આવ્યા છે અને જો બપોરે 2 વાગ્યા સુધીમાં બાળકોને સલામત સ્થળે ખસેડવામાં નહીં આવે તો તેમને નુક્સાન થઈ શકે છે’ એવો દાવો કર્યો હતો. જેના પગલે તાલુકા પોલીસ સહિતની ટીમો ડોગ, બાઁબ ડિસ્પોઝબલ સ્ક્વોડ સાથે સ્કૂલ પર પહોંચી હતી. તપાસ કરતા કંઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી. ઘટના અંગે પોલીસે શિક્ષિકાની પૂછપરછ કરતા પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરનાર શખ્સ તેનો પતિ રાજુ હેમારામ જાંગીડ હોવાનું અને પારિવારિક ઝઘડાથી આવું કર્યાનું જણાવ્યું હતું. પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આરોપી રાજુ હેમારામને મહારાષ્ટ્રથી જૂનાગઢ આવતા મોબાઈલના લોકેશન આધારે પકડી લઈ પૂછપરછ હાથ ધરી હતી. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, શખ્સે પૂછપરછમાં પત્ની સાથે ઝઘડા થતાં હોય પત્ની જૂનાગઢ અને પોતે મહારાષ્ટ્રમાં રહેતો હોવાથી આવી રીતે ફોન કરવાથી પત્નીને શાળામાંથી છુટા કરી દેશે તો બંને સાથે રહી શકે એવા હેતુથી કાવત્રુ ઘડયું હોવાની કબુલાત કરી હતી.



