ટ્રાવેલ્સ માલિકને ઝડપી રૂ. 50 લાખનો મુદામાલ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચના મુજબ, ક્રાઇમ બ્રાન્ચે વાહન ચેકિંગ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચના પો.ઈન્સ. કૃણાલ એમ. પટેલના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ. જાદવભાઈ સુવાને ચોક્કસ બાતમી મળતા મેંદરડાથી સાસણ તરફના રોડ પર આવેલું લક્ઝરી બસનું ગેરેજ પાસે શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સની બે બસ પર એક જ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવેલી હતી. સ્થળ પર તપાસ કરતા બંને બસો પર નંબર પ્લેટ અછ-01-ઞ-0729 હોવાનું જણાયું.
પોલીસે બસના માલિક કૌનિકભાઈ યોગેશભાઈ જયસ્વાલ ધંધો: ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, રહે. મેંદરડા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. અને બ્લુ કલરની લક્ઝરી સ્લીપર બસ કિં. રૂ. 25,00,000 તથા જાંબલી કલરની લક્ઝરી સ્લીપર બસ કિં. રૂ. 25,00,000 મળી કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા 50,00,000 સાથે આરોપી અને મુદ્દામાલને મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે વધુ કાર્યવાહી માટે સોંપી દેવામાં આવ્યા હતા.



