યુવા વકીલોને યોગ્ય નેતૃત્વ મળી રહે તે માટે પેનલ ટુ પેનલ ટેકો જાહેર; સમરસ પેનલના ઉમેદવારો નિર્વિવાદીત હોવાનું કારણ અપાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ બાર એસોસિયેશનની આગામી તા. 19/12/2025ના રોજ યોજાનાર ચૂંટણીમાં જુનિયર એડવોકેટ એસોસિયેશને પોતાનો ટેકો *’લીગલ સેલ-સમરસ પેનલ’*ને સત્તાવાર રીતે જાહેર કર્યો છે, જેનાથી સમરસ પેનલ મજબૂત સ્થિતિમાં આવી છે.
આજે જુનિયર બાર એસોસિયેશનના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં ફાઉન્ડર મેમ્બર ગીરીરાજસિંહ રાઠોડ, કુલદીપસિંહ જાડેજા, ચેરમેન શિવરાજસિંહ ઝાલા અને પ્રેસિડેન્ટ ચંદ્રસિંહ પરમાર સહિતના સભ્યો હાજર રહ્યા હતા.
અગાઉ જુનિયર બાર એસોસિયેશન દ્વારા પોતાની પેનલ તૈયાર કરીને ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ સમરસ પેનલમાં જુનિયર બારના ઘણા સમર્થકોનો સમાવેશ થતાં અને લીગલ સેલ-સમરસ પેનલના તમામ ઉમેદવારો નિર્વિવાદીત વ્યક્તિત્વ ધરાવતા હોય તેવું જણાતાં, આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જુનિયર બાર એસોસિયેશને જાહેર કર્યું છે કે, રાજકોટ બાર એસોસિયેશનને યોગ્ય, સક્ષમ અને શક્તિશાળી નેતૃત્વ મળી રહે તે માટે તેઓ લીગલ સેલ-સમરસ પેનલને પેનલ ટુ પેનલ મત આપીને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે યુવા વકીલોને અપીલ કરે છે. વિવિધ અગ્રણી વકીલોનો ટેકો મળવાથી સમરસ પેનલની જીત નિશ્ચિત હોવાનું મનાઈ રહ્યું છે.



