575થી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યું માર્ગદર્શન: સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી અને સંઘ મિત્રાએ એર ફોર્સની વિવિધ શાખાઓ અંગે માહિતી આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા અને ઈન્ડિયન એર ફોર્સના સંયુક્ત આયોજન હેઠળ શહેરના વિદ્યાર્થીઓ માટે ‘ઈફયિયિ ઘાાજ્ઞિિીંક્ષશશિંયત શક્ષ ઈંક્ષમશફક્ષ અશિ ઋજ્ઞભિય’ વિષયક માર્ગદર્શક સેમિનારનું ગાર્ડી વિદ્યાપીઠ ખાતે તા. 06 ડિસેમ્બર, શનિવારે સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના એન્જિનિયરિંગ, નર્સિંગ, પેરા-મેડિકલ, સાયન્સ સહિતના કુલ 575થી વધુ વિદ્યાર્થીઓએ આ સેમિનારમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યુવાનોમાં રાષ્ટ્રીય સેવાની ભાવના વિકસે અને ઈન્ડિયન એર ફોર્સમાં ઉપલબ્ધ કારકિર્દી તકો વિશે યોગ્ય માર્ગદર્શન મળે એ હેતુથી મનપા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ લાયકાત, પરીક્ષાઓ, તાલીમ પ્રક્રિયા, સુવિધાઓ વગેરે અંગે વિગતવાર માહિતી મેળવી હતી ઈન્ડિયન એર ફોર્સની મહિલા અધિકારીઓ સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી અને સંઘ મિત્રા દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન રહ્યું હતું. બંને અધિકારીઓએ ફ્લાઈંગ બ્રાંચ, ટેક્નિકલ બ્રાંચ, ગ્રાઉન્ડ ડ્યૂટી (ટેક્નિકલ/નોન-ટેક્નિકલ), એડમિનિસ્ટ્રેશન, લોજિસ્ટિક્સ, મેડિકલ સર્વિસિસ અને અઝઈ સહિતની વિવિધ શાખાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
તેમણે અઋઈઅઝ, ગઉઅ, ઈઉજ અને ગઈઈ જાયભશફહ ઊક્ષિિું જેવી પસંદગી પ્રક્રિયાઓ સાથે ઉંમર મર્યાદા, તાલીમ, અભ્યાસક્રમ, કારકિર્દી પ્રગતિ, વેતન-ભથ્થા અને રહેઠાણ સુવિધાઓ અંગે સરળ રીતે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ બંને અધિકારીઓએ પોતાના પ્રેરણાદાયક અનુભવો દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સેવાના માર્ગે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.



