હાઇકોર્ટમાં ગયેલાં રાજસ્થાનના પીડિત પરિવારને જાગી ન્યાયની આશા: એસપી પ્રેમસુખ ડેલુ પ્રાથમિક રિપોર્ટ 10 ડિસેમ્બરે હાઇકોર્ટમાં રજૂ કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગત માર્ચ મહિનામાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં હાઇકોર્ટમાં ગયેલ પીડિત પરિવારને ન્યાય માટેની આશા જાગી છે કારણકે રાજકોટની જ્યુશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે.
આ પહેલાં પોલીસ તપાસમાં મહાસાગર ટ્રાવેલ્સના બસચાલક દ્વારા કરવામાં આવેલા અકસ્માતમાં રાજકુમાર જાટનું મોત થયું હોવાનો રાજકોટ પોલીસે ખુલાસો કર્યો હતો. જેથી પોલીસે રમેશ મેર નામના બસચાલકની અટકાયત કરી બસને કબજે લીધી હતી જો કે સ્થાનિક પોલીસે તટસ્થ તપાસ કરી ન હોય આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી પીડિત પરિવાર દ્વારા માંગ કરી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જેથી હાઇકોર્ટે વિવિધ તપાસના પેપરનું મૂલ્યાંકન કરતા તપાસમાં કચાસ રહી હોય તેવું માની રાજકોટ જિલ્લા સિવાયના રાજ્યના કોઈ ત્રણ આઇપીએસના નામ આપવા જણાવાયું હતું તે પછી હાઇકોર્ટે હાલ સુરેન્દ્રનગર એસપી તરીકે ફરજ બજાવતા પ્રેમસુખ ડેલુંને તપાસ સોંપવાનો હુકમ કર્યો હતો અને ડેલુંની ટીમે ફરી તપાસ શરુ કરી ગણેશ ગોંડલ સહિતને નિવેદન માટે ધ્રાંગધ્રા બોલાવ્યા હતા અને નિવેદન નોંધી ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ માટે પ્રેમસુખ ડેલુંએ કોર્ટમાં અરજી કરી હતી જે અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે આ કેસની તપાસમાં સુરેન્દ્રનગરના જઙ પ્રેમસુખ ડેલુ સાથે ઉુતા જે.ડી.પુરોહિત પણ જોડાયા છે તપાસનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
શું હતો સમગ્ર ઘટનાક્રમ
પિતા પુત્રને શોધવા નીકળ્યા
- Advertisement -
પૂર્વ ધારાસભ્યના ઘરે બોલાવી મારકૂટ કર્યાનો આક્ષેપ
રાજકુમાર ઘર છોડી નીકળી ગયો
રતનલાલ જાટે એસપીને કરી અરજી
તરઘડીયા પાસેથી યુવકનો મૃતદેહ મળ્યો
હત્યાના આક્ષેપ સાથે પીડિત પરિવારની સીબીઆઈ તપાસની માંગ
અકસ્માત સર્જનાર બસચાલકની ધરપકડ
મૃતદેહ વતન લઇ જવાયો ત્યાં પણ થયો વિરોધ
રાજસ્થાનના સાંસદએ લોકસભામાં મુદ્દો ઉછાળ્યો
હાઇકોર્ટમાં સીબીઆઈ તપાસની માંગ સાથે અરજી
તપાસમાં કચાસ હોય અન્ય અધિકારીને તપાસ સોંપવા હુકમ
પ્રેમસુખ ડેલુંને તલસ્પર્સથી તપાસ સોંપવામાં આવી
ગણેશ ગોંડલ સહિતના નિવેદન નોંધવામાં આવ્યા
હવે કોર્ટના આદેશ મુજબ ગણેશ ગોંડલના થશે નાર્કો ટેસ્ટ
નાર્કો ટેસ્ટ કેવી રીતે થાય છે
નાર્કો ટેસ્ટમાં શકમંદને સોડિયમ પેન્ટોથલ નામનું ટુથ સીરમ ઈન્જેકશન સ્વરૂપે આપવામાં આવે છે તેની અસરથી શકમંદ અર્ધબેભાન અવસ્થામાં આવી જાય છે પરિણામે તેની માટે ખોટું બોલવું મુશ્કેલ બની જાય છે રાજકુમાર જાટનું મોત બસની હડફેટે ચડી જવાથી થયાનું પોલીસે જાહેર તો કરી દીધું છે. પરંતુ તેના શરીર ઉપર 42થી વધુ ઈજાના જે નિશાન મળ્યા છે તે મામલે પોલીસ આજ સુધી કોઈ સંતોષકારક ખુલાસો કરી શકી નથી આ જ કારણથી પોલીસની થિયરી ઉપર શંકાઓ દર્શાવવામાં આવી છે આ સ્થિતિમાં નાર્કો ટેસ્ટ પછી રાજકુમાર જાટના મોતનું રહસ્ય ખુલશે કે કેમ તેનો આગામી દિવસોમાં ખ્યાલ આવશે.



