સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ ભલામણ કરી: રાષ્ટ્ર નિર્માણ, સોમનાથ મંદિર પુન:નિર્માણ અને પોલેન્ડના નિરાશ્રિત બાળકોને આશ્રય આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવી કેશરીદેવસિંહ ઝાલાએ રાજ્યસભામાં એક મહત્વપૂર્ણ માંગ રજૂ કરી છે. તેમણે જામનગરના પૂર્વ રાજવી જામ સાહેબ દિગ્વિજયસિંહજી જાડેજાને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ’ભારત રત્ન’ એનાયત કરવાની ભલામણ કરી છે.
કેશરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, જામ સાહેબનું રાષ્ટ્ર નિર્માણ અને માનવતા પ્રત્યેનું યોગદાન અવિસ્મરણીય છે. તેમણે સ્વતંત્રતા ચળવળ દરમિયાન સૌરાષ્ટ્રના 217 રજવાડાઓને ભારતીય સંઘમાં જોડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, તેમણે પોતાની સરહદો ખોલીને પોલેન્ડના નિરાશ્રિત બાળકોને આશ્રય આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઈઝરાયેલ અને પોલેન્ડ જેવા દેશોએ પણ તેમના આ સદ્કાર્યોની નોંધ લીધી છે. સાંસદે ભારપૂર્વક જણાવ્યું કે, દેશ માટે અનેક રીતે યોગદાન આપનાર જામ સાહેબને ’ભારત રત્ન’ એનાયત કરવું એ સમગ્ર ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ બની રહેશે.



