મોરબીની દીકરીઓએ ‘દંગલ’નો ડાયલોગ સાચો ઠેરવ્યો
પાટીદાર કરિયર એકેડેમીમાંથી વિનામૂલ્યે તાલીમ મેળવી 15 યુવાઓએ મેળવી સફળતા; સામાન્ય આર્થિક સ્થિતિની
- Advertisement -
3 દીકરીઓ પણ કછઉમાં પસંદ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
જે ઔદ્યોગિક હબ તરીકે જાણીતું છે, ત્યાં હવે પોલીસ ભરતી ક્ષેત્રે પણ યુવતીઓએ અદભુત સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી લોકરક્ષક દળ (કછઉ)ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં મોરબીના કુલ 15 યુવાન સફળ થયા છે. આ સફળ ઉમેદવારોમાં યુવકો કરતાં યુવતીઓએ હિંમત, આત્મવિશ્વાસ અને કઠોર મહેનતથી મેદાન માર્યું છે.
કછઉની પરીક્ષા આસાન ન હોવા છતાં યુવતીઓએ પોતાની કેરિયર પોલીસમાં બનાવી શકે તે બાબતને ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે.
મોરબીની પાટીદાર કરિયર એકેડેમીમાંથી વિનામૂલ્યે સઘન તાલીમ લઈને શિવાંગી ભાલોડિયા, ભક્તિ સાધરકીયા, ઋત્વિ વસિયાણી, ભાગ્યશ્રી ડઢાણીયા, સંતોષ આદ્રોજા, નિશા સોરીયા, માનસી સુરાણી, નેન્સી કાસુન્દ્રા અને ધ્રુવી દેત્રોજા સહિતની યુવતીઓ એલઆરડીમાં પસંદગી પામી છે.
એકેડેમીના ચેરમેન એ.કે.પટેલે જણાવ્યું કે, ત્રણ જેટલી યુવતીઓની આર્થિક સ્થિતિ સાધારણ હોવા છતાં આ બહાદુર દીકરીઓએ ઘરમાં મદદરૂપ થવાની સાથે કપરો સંઘર્ષ કરીને સફળતા મેળવી છે, જે સમગ્ર નારી જગત માટે કાબિલ-એ-દાદ છે.



