WBBL મેચને એક ફ્રીક વોર્મ-અપ ભૂલથી પિચને નુકસાન પહોંચાડ્યા પછી, એક બોલ સપાટીમાં અટવાઈ ગયો અને અધિકારીઓને રમતને રદ કરવાની ફરજ પડી તે પછી રદ કરવામાં આવી હતી.
મહિલા બિગ બૅશ લીગ (WBBL)માં એડિલેડ સ્ટ્રાઇકર્સ (Adelaide Strikers) અને હોબાર્ટ હરિકેન્સ (Hobart Hurricanes) વચ્ચે કારે રોટન ઓવલ (એડિલેડ)માં રમાઈ રહેલી મેચ એક અત્યંત અજીબોગરીબ કારણોસર રદ કરી દેવામાં આવ્યો. ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રકારની ઘટનાને કારણે મેચ રદ થવાનો કદાચ આ પહેલો કિસ્સો છે.
- Advertisement -
ઇનિંગ્સ બ્રેકમાં પિચ પર પડ્યો મોટો ખાડો
મળતી માહિતી મુજબ, શુક્રવારે (5 ડિસેમ્બર) જ્યારે આ મેચ રોકાઇ, ત્યારે એડિલેડ સ્ટ્રાઇકર્સે 20 ઓવરમાં 167/4નો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ઇનિંગ્સ બ્રેક દરમિયાન WBBLના નિયમો મુજબ પિચને રોલરથી રોલ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન નજીકમાં વૉર્મ-અપ કરી રહેલી ટીમનો એક બૉલ અચાનક રોલર નીચે આવી ગયો. રોલરનું વજન એટલું વધારે હતું કે બૉલ પિચની વચ્ચોવચ દબાઈ ગયો અને તેનાથી પિચ પર દડાના આકારનો ઊંડો ખાડો બની ગયો.
- Advertisement -
મેચ રેફરી અને કેપ્ટનની સંમતિ
પિચની સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ જવાના કારણે મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એડિલેડ સ્ટ્રાઇકર્સે તેમના ઇન્સ્ટાગ્રામ પર આ અંગે એક નિવેદન આપતા જણાવ્યું કે, આ ઘટનાને કારણે પિચની સ્થિતિ ઘણી બદલાઈ ગઈ હતી. મેચ રેફરી અને અમ્પાયરોએ પરિસ્થિતિની તપાસ કરી અને તેમને લાગ્યું કે હરિકેન્સને આવી પિચ પર બેટિંગ કરાવવી યોગ્ય નહીં ગણાય, કારણ કે તેનાથી સ્ટ્રાઇકર્સના મુકાબલે તેમને તદ્દન અલગ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોત. બંને ટીમોના કેપ્ટન સાથે વાત કરવામાં આવી હતી અને આ નિર્ણય પર તમામ લોકો સંમત થયા હતા.
સ્ટ્રાઇકર્સને મોટો ફટકો
હોબાર્ટ હરિકેન્સની ટીમ 167 રનના લક્ષ્યનો પીછો કરવાની તૈયારીમાં હતી. આ પહેલા સ્ટ્રાઇકર્સની મેડલિન પેન્નાએ શાનદાર બેટિંગ કરતા 51 બોલમાં અણનમ 63 રન બનાવી ટીમને સારો સ્કોર અપાવ્યો હતો. આમ તો આ મેચ રદ થઇ જવી એ સ્ટ્રાઈકર્સ માટે વધુ એક ઝટકો મનાય છે કેમ કે આ સિઝનમાં તેમની આ ત્રીજી મેચ હતી જેના કોઈ પરિણામ ન આવ્યા. હાલ તેઓ પોઇન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને ફાઇનલમાં જગ્યા બનાવવા માટે તેમને સિડની સિક્સર્સ સામેની તેમની છેલ્લી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે.




