આરોપીઓને વડોદરા, જૂનાગઢ અને ભાવનગરની જેલમાં મોકલાયા: કઈઇ અને હળવદ પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.5
- Advertisement -
મોરબી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ ઇસમો વિરુદ્ધ મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી પાસા (ઙયિદયક્ષશિંજ્ઞક્ષ જ્ઞર અક્ષશિં-જજ્ઞભશફહ અભશિંદશશિંયત અભિ)ં વોરંટ ઇશ્યુ થતા પોલીસે ત્રણેયને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે.
હળવદ પોલીસ સ્ટેશન દ્વારા આ ત્રણેય ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. પાસા વોરંટ મળતા જ મોરબી એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ અને હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવીને ત્રણેય આરોપીઓની સત્વરે અટકાયત કરવામાં આવી હતી.
જેમાં આરોપી અલ્પેશભાઈ રમેશભાઇ જીંજરીયા (રહે. મોરબી)ને મધ્યસ્થ જેલ વડોદરા, રવિભાઈ રમેશભાઇ વિંજવાડીયા (રહે. મોરબી)ને જિલ્લા જેલ જૂનાગઢ અને જશભાઈ નરશીભાઈ લાંધણોજા (રહે. ખાખરેચી, માળિયા મિયાણા)ને જિલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપવામાં આવ્યા છે. મોરબી પોલીસે પ્રોહિબીશનના ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો સામે કડક પગલાં લઈને ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓમાં કાયદાનો ડર પેદા કર્યો છે.



